
સુમિત વણઝારા, દાહોદ
દાહોદમાં ફટાકડા ફોડવાની બાબતે બે ઈસમોએ એક વ્યક્તિને લાકડીઓ વડે ફટકાર્યો..
દાહોદ તા.26
દાહોદના ગોધરા રોડ ખાતે ફટાકડા ફોડવાની બાબતને લઈને બે લોકોએ એક યુવકને લાકડી વડે ફટકારી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
દાહોદ એ ડિવિઝન પોલીસે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ફટાકડા ફોડવાની બાબતને લઇ ગોવિંદ અમલીયાર અને તેમનો પાડોસી શિવમ ભુરીયા એમના ઘર આગળ ઉભા હતા તે વખતે શિવમ ભુરીયાએ ફટાકડા ફોડતો હોય અને તે વખતે દિનેશભાઈ અમલિયાર ની નજીકમાં ફટાકડો ફૂટતા અને તે ફટાકડો ફૂટી જતા ફરિયાદી ને એલફેલ ગાળો બોલી ઝઘડો તકરાર કરવા લાગતા તેને ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલમાં દિવાળીનો તહેવાર હોય અને છોકરાઓ ફટાકડા ફોડતા હોય અમને ગાળો કેમ આપે છે તેમ કહેવા જતા દિનેશ છગન અમલીયાર એકદમ ઉશ્કેરાય ગયો હતો અને શિવમ ભુરીયાની સાથે ગાળા ગાલી કરી મારામારી કરતા હોય તે વખતે ફરિયાદીના પતિ તેમજ તેમનો છોકરો વચ્ચે છોડાવવા પડતા રોહિત દિનેશ અમલીયર તેના ઘરમાં દોડી જઈ અને ઘરમાંથી લાકડી લઈ આવી અને ફરિયાદીના છોકરા વિવેકભાઈને કપાળમાં જમણી બાજુ લાકડીનો ફટકો મારતા તેને ઇજાઓ થતા તે વખતે ફળિયામાં માણસો ભેગા થઈ ગયા હતા અને બંને લોકો ગાળો બોલતા જઈને કહેતા હતા કે હમણાં તો તમને છોડી મુકીશું અને પછી મળ્યા તો જાનથી મારી નાખીશું એવી ધાક ધમકીઓ આપીને જતા રહ્યા હતા અને તે વખતે તે ઇજાગ્રસ્ત યુવકને કપાળમાં વાગેલું હોય તેને નજીકના દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો અને બે દિવસો બાદ હોસ્પિટલમાંથી તે છોકરાને રજા આપતા આજરોજ દાહોદના એ ડિવિઝન પોલીસ મથક ખાતે લીલાબેન ગોવિંદભાઈ અમલીયાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી અને બંને યુવકો સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.