Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં દીવાળી પર્વ ટાણે વિદેશી દારૂની રેલમછેલ:પોલીસે પાંચ સ્થળેથી 20.92 લાખના મુદામાલ સાથે 13 ને જેલભેગા કર્યા…

October 23, 2022
        1793
દાહોદ જિલ્લામાં દીવાળી પર્વ ટાણે વિદેશી દારૂની રેલમછેલ:પોલીસે પાંચ સ્થળેથી 20.92 લાખના મુદામાલ સાથે 13 ને જેલભેગા કર્યા…

દિવાળીના તહેવાર દરમિયાન દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ:પોલીસે પાંચ સ્થળેથી 20.92 લાખના મુદામાલ સાથે 13 ને જેલભેગા કર્યા…

પોલીસે પાંચ જુદા-જુદા સ્થળેથી 20.92 લાખના મુદામાલ સાથે ચાર વાહનો ડિટેઇન કર્યા…

દાહોદ તા.૨૨

દિવાળીનો તહેવાર આવતાં દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો વેપલો કરતાં બુટલેગરો બેફામ બનતાં દાહોદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી દાહોદ જિલ્લામાં કુલ પાંચ જુદી જુદી જગ્યાએ જિલ્લા પોલીસે પ્રોહી રેડ પાડી રૂા. ૨૦,૯૨,૯૩૫ ના વિદેશી દારૂ તથા વાહનની કિંમત મળી ૧૩ ઈસમોની અટકાયત કરી ચાર વાહનો કબજે કર્યાંનું જાણવા મળે છે.

 

દાહોદ જિલ્લામાં પ્રોહીનો બનેલ પ્રથમ બનાવ ગતરોજ ગરબાડા તાલુકાના નીમચ ગામે બનવા પામ્યો હતો જેમાં ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા પોલીસે નીમચ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈકો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલકની અટકાયત કરી હતી અને ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૫૪ કિંમત રૂા. ૨૭,૨૨૮ના પ્રોહી જથ્થા સાથે વાહનની કિંમત મળી કુલ રૂા. ૧,૨૮,૭૮૬નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ગાડીના ચાલક વિરૂધ્ધ ગરબાડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રોહીનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડા રોડ પર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મારૂતી સુઝુકી ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને મારૂતિ સુઝુકી ફોર વ્હીલર ગાડી નજીક આવતાની સાથે પોલીસે તેને ચારેય તરફરથી ઘેરી લઈ ગાડીના ચાલત જયેન્દ્ર મોહનભાઈ તડવી અને તેની સાથેનો પ્રેમ જગદીશભાઈ કહાર (બંન્ને રહે. વડોદરા) ની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૩૪,૪૪૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૨,૪૩,૪૪૦ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પીપલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રોહીનો ત્રીજાે બનાવ દાહોદ તાલુકાના મુવાલીયા ગામે ગતરોજ બનવા પામ્યો હતો જેમાં ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે મુવાલીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ક્રુઝર ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક રાહુલભાઈ કાળુભાઈ તડવી (રહે.માંડવ, તા. ધાનપુર, જિ.દાહોદ ) ની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૧૧૨૮ કિંમત રૂા. ૨,૦૩,૭૮૪ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૬,૦૬,૭૮૪નો મુદ્દામાલ પોલીસે કબજે કરી દાહોદ એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રોહીનો ચોથો બનાવ ઝાલોદ તાલુકાના આંબા ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે આંબા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ક્રુઝર ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક દિલીપભાઈ ઉર્ફે દીલપો સબુરભાઈ બિલવાળ (રહે. ગોરીયા ફળિયું, તા. લીમખેડા, જિ.દાહોદ) અને તેની સાથેનો પ્રવીણભાઈ રસુલભાઈ પલાસ (રહે. પલાસ ફળિયું, તા. લીમખેડા, જિ.દાહોદ) બંન્નેની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. ૩૨૬૪ કિંમત રૂા. ૪,૩૯,૨૯૬ ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૯,૩૯,૨૫૯૬નો મુદ્દામાલ કબજે કરી લીમડી પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો પાંચમો બનાવ ઝાલોદ તાલુકાના ડગેરીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે ડગેરીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ ત્રણ મોટરસાઈકલો પર સવાર નિતેશભાઈ કાનસીંગભાઈ ભાભોર (રહે. પાવડી, નિશાળ ફળિયું, તા. ઝાલોદ, જિ. દાહોદ), પપ્પુભાઈ ભાવસીંગભાઈ ભાભોર (રહે. પાવડી, નિશાળ ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ), રાહુલભાઈ મોજીભાઈ કલારા (રહે. ભાઠીવાડા, ગામતળ ફળિયુ, તા.જિ. દાહોદ) અને સંદીપભાઈ બાલુભાઈ માવી (રહે. રેટીયા, તા.જિ.દાહોદ) નાઓની પોલીસે અટકાયત કરી તેઓની મોટરસાઈકલ પર લાદેલ વિદેશી દારૂનો કુલ રૂા. ૨૭,૬૨૯ ના પ્રોહી જથ્થા સાથે ત્રણ મોટરસાઈકલનો કિંમત મળી પોલીસે કુલ રૂા. ૧,૭૭,૬૨૯ ના મુદ્દામાલ સાથે લીમડી પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!