
રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં દિવાળી ટાણે ફરસાણ તેમજ મીઠાઈના દુકાનદારો દ્વારા તૈયારીઓ પૂરજોશમાં.: ફૂડ એન્ડ. ડ્રગ વિભાગ દ્વારા ચેકીંગ અનિવાર્ય બની..
દાહોદ તા.૧૬
ગણતરીના દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં ફરસાણ અને મીઠાઈના દુકાનદારો દ્વારા પણ પુરજાેશમાં તૈયારીઓ આરંભ કરી દીધી છે. જિલ્લામાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ગુણવત્તાવાળી ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં તે મામલે આરોગ્ય વિભાગ સુસજ્જ બની તપાસનો ધમધમાટ આરંભ કરે તે અત્યંત આવશ્યક છે. દાહોદ જિલ્લામાં ફરસાણ અને મીઠાઈની હાટડીઓ વાર તહેવારે લાગી જતી હોય છે પરંતુ આવી હાટડીઓ અને દુકાનોમાં લોકોના આરોગ્ય માટે સાથે ચેડા તો નથી થઈ રહી તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ખાણીપીણીની ચીજ વસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
આગામી દિવાળીના તહેવારને પગલે ગુજરાતના અનેક શહેરો સહિત મહાનગરોમાં આરોગ્ય તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ફરસાણ અને મીઠાઈના નમુનાઓ લેવામાં આવી રહ્યાં છે અને કામગીરી કરવામાં આવી રહી છે. મીટાઈ, ફરસાણ, બેસન, ઘી, તેલ, રો – મટીરીયલ્સ વિગેરેનું ઉત્પાદન તેમજ વેચાણ કરતાં મેનુફેક્ટરીંગ યુનિટો, મોલ, મિઠાઈ, ફરસાણની દુકાનો, હોલસેલ, રિટેલ યુનિટોમાં ઈસ્પેક્શન કરી સેમ્પલો લેવામાં આવી રહ્યાં છે તેમજ મીઠાઈઓમાં બેસ્ટ બી – ફોર ડેટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી તેમજ પ્રજાની આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી આરોગ્યની ટીમ દ્વારા દાહોદ જિલ્લામાં આવેલ મીઠાઈ, ફરસાણની ટીમોની દુકાને સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ખાદ્ય ચીજાેના નમુના લેવામાં આવે તે અત્યંત જરૂરી છે. દાહોદ જિલ્લામાં વાર તહેવારો ઠેર ઠેર મીઠાઈઓ અને ફરસાણની દુકાનો અને હાટડીઓ લાગી જતી હોય છે ત્યારે આ મીઠાઈ અને ફરસાણ લોકો માટે ખાવા લાયક છે કે નહીં તે બાબતનું ધ્યાન રાખવું પણ આરોગ્ય તંત્રની જવાબદારી બને છે. ઘણી વખતે ખાદ્ય ચીજાેમાં ભેળસેળવાળી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવાથી લોકોના સ્વાસ્થ્યને હાનીકારક સાબીત થતાં હોય છે. દુકાનદારો દ્વારા ગમે તેવી ખાદ્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરતાં હોય છે. પૈસાની કમાણી કરી લેવા કેટલાંક વેપારીઓ અને દુકાનદારો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હોય છે. આવા સમયે આરોગ્ય તંત્ર દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.