
રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ વાહન મુકતા એક ફોરવીલર તેમજ પાંચ ઓટો રિક્ષા ચાલક દંડાયા …
દાહોદ શહેર બી ડિવિઝન પોલીસ દ્રારા ટ્રાફિકને અડચણ ઉભી કરી રોડ ઉપર વાહનો મુકતા એક ઇકો ફોર વહીલર અને પાંચ ઓટો રીક્ષા ચાલકો સામે ગુનો નોંધાયો
દાહોદ શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈને અનેકો વાર બનાવો બનવા પામ્યા છે ત્યારે દાહોદ શહેરના ભરચક અને ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ ઉપર તેમજ ગોદી રોડ વિસ્તારમાં ટ્રાફિકને અડચણ કરી રોડની વચ્ચે વાહનો ઉભા રાખતા એક ફોર વહીલર અને પાંચ ઓટો રીક્ષા ચાલકો સામે ટ્રાફિકને અડચણ રૂપ કરતા બી ડિવિઝન પોલીસે તેમના ચાલકો સામે ગુનો દાખલ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં બસ સ્ટેશન ખાતે ઇકો ગાડી જેનો નંબર છે GJ 05 RF 5475 ના ચાલકે બસ સ્ટેશન બહાર ફોર વહીલર ઉભી રાખતા તેની સામે ગુનો દાખલ કરાયો હતો જે બાદ એક ઓટો રીક્ષા ચાલકે રોડ ઉપર રીક્ષા ઉભી રાખતા તેની સામે ગુનો દાખલ કરાયો હતો ત્યાર બાદ બે ઓટો રીક્ષા જેમના નંબર છે GJ 07 AT 0610 અને GJ 07 YY 5936 આ ત્રણ રીક્ષા ચાલકો સામે ગુનો નોંધ્યો હતો અને ગોદી રોડ વિસ્તાર ખાતેથી બે રીક્ષાઓ જેમના નંબર છે GJ 20 W 0523 અને GJ 20 W 1116 નંબરની ઓટો રીક્ષા ચાલકો સામે રોડ ઉપર રીક્ષાઓ મુકતા બી ડિવિઝન પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો હતો