Tuesday, 03/10/2023
Dark Mode

દાહોદના રળીયાતી ખાતે આવેલા ડૉ.આંબેડકર સફાઈ કામદાર સામૂહિક આવાસ યોજનાના નાધણીયાત મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો..!?

October 4, 2022
        369
દાહોદના રળીયાતી ખાતે આવેલા ડૉ.આંબેડકર સફાઈ કામદાર સામૂહિક આવાસ યોજનાના નાધણીયાત મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો..!?

બાબુ સોલંકી :- સુખસર

દાહોદના રળીયાતી ખાતે આવેલા ડૉ.આંબેડકર સફાઈ કામદાર સામૂહિક આવાસ યોજનાના નાધણીયાત મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો..!?

વાલ્મિકી સમાજ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરના વડપણ હેઠળ મદદનીશ જિલ્લા મેનેજર દાહોદના માધ્યમથી ₹74,240,000/-ખર્ચે આવાસ યોજનાનું બાંધકામ થયેલ છે.

આવાસનો લાભ જે-તે લાભાર્થીને નહીં સોપતા ખંડીયેર મકાનોમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાની સ્થાનિકોની બૂમો.

થોડા સમય અગાઉ ચકચાર જગાવનાર દાહોદની વોહરા સમાજની યુવતીને આ આવાસના મકાનમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

સુખસર,તા.04

રળીયાતી ખાતે ખંડેર હાલતમાં પડેલા આવાસોમાં વપરાયેલા કોન્ડોમની Exclusive તસવીરો…

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના રળીયાતી ખાતે વર્ષો અગાઉ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા મકાન વિહોણા પરિવારો માટે ડૉ.આંબેડકર સફાઈ કામદાર સામૂહિક આવાસ યોજના હેઠળ રૂપિયા 74,240,000/-કરોડના ખર્ચે લાભાર્થીના નામ જોગ 232 જેટલા સામૂહિક આવાસનું બાંધકામ કરવામાં આવ્યું હતું.પરંતુ વર્ષો બાદ પણ જે-તે લાભાર્થીને આ મકાનોનો કબજો નહીં સોપતા હાલ ખંડીયેર હાલતમાં જોવા મળે છે.અને વર્ષોથી આ મકાનોમાં અસામાજિક તત્વો દ્વારા અનૈતિક પ્રવૃત્તિ ચલાવાઇ રહી હોવાનું સ્થળ ઉપર જોતા જણાઈ આવે છે.ત્યારે આ મકાનોનું તાત્કાલિક ધોરણે રીનોવેશન કરી જે-તે લાભાર્થી કે તેના વારસદારોને મકાનો ફાળવી આપવામાં આવે તે અત્યંત જરૂરી જણાય છે.

       પ્રાપ્ત વિગતો મુજબ દાહોદના રળીયાતી ખાતે વર્ષ 2008 ની આસપાસમાં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા અને મકાન વિહોણા વાલ્મિકી સમાજના પરિવારો માટે 232 જેટલા આવાસોનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું.પરંતુ તેની કામગીરી પૂર્ણ કર્યા વિના અધૂરા છોડી દેવાતા અને જે-તે લાભાર્થીને કબજો નહીં સોપતા હાલ આ મકાનો ખંડીયેર થઈ જવા પામેલા છે.તેમજ આ મકાનોની આસપાસમાં ઝાડીઝાખરા ફૂટી નીકળેલા જોવા મળે છે.તેમજ આ જગ્યાએ કચરો ઠલવાતો હોય ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા નકારી શકાતી નથી.જોકે આ આવાસ યોજના મકાનોથી માત્ર 100 મીટરના અંતરમાં સરકારનું ડમ્પિંગ યાર્ડ આવેલ છે છતાં કચરો આ જગ્યાએ ઠાલવવામાં આવતા ભવિષ્યમાં ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવો આસપાસમાં વસવાટ કરતા લોકોને ભય સતાવી રહ્યો છે.

      અહીંયા ખાસ નોંધનીય બાબત છે કે,ડૉ.આંબેડકર સફાઈ કામદાર સામૂહિક આવાસના નાધણીયાત મકાનોમાં જોતા કેટલાક મકાનોમાં મહિલાઓના આંતર વસ્ત્રો જોવા મળ્યા હતા.જ્યારે કેટલાક મકાનોમાં વપરાયેલા મોટી સંખ્યામાં કોન્ડમ નજરે પડ્યા હતા.અને કેટલાક મકાનોમાં બાળી નાખેલા કોન્ડમ પણ નજરે પડે છે.અને આ તમામ સુરાગને જોતા આ મકાનોમાં અસામાજિક તત્વો દ્વારા ગેર પ્રવૃત્તિ ચલાવાઇ રહી હોવાની સ્પષ્ટતા ઉડીને આંખે વળગે છે.

      અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ પણ છે કે,આ સામૂહિક આવાસ યોજનાના મકાનોમાં અસામાજિક તત્વો દ્વારા ગેરપ્રવૃત્તિ ચલાવતી હોવાની સાક્ષી રૂપે જોઈએ તો થોડા સમય અગાઉ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર દાહોદની વહોરા સમાજની એક માનસિક વિકલાંગ યુવતી ઉપર આ સામૂહિક આવાસના મકાનમાં લઈ જઈ નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.અને આ યુવતીને જે જગ્યાએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર બળેલા કોન્ડમ જોવા મળ્યા હતા.

      અહીંયા એ જણાવવું પણ જરૂરી છે કે,દાહોદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.ત્યારે ડૉ. આંબેડકર સફાઈ કામદાર સામુહિક આવાસના મકાનોના રિનોવેશન માટે ભલામણ પણ કરવામાં કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.અને આ મકાનોનું કયા કારણોસર રીનોવેશન કરવામાં આવતું નથી?અને હાલના જવાબદારો તે પ્રત્યે આંખ આડા કાન કેમ કરી રહ્યા છે?તે પણ એક તપાસનો વિષય છે.જોકે દલિત સમાજ પૈકી એક જ જગ્યા ઉપર અને એક જ જાતિ માટે ફળવાયેલા કરોડો રૂપિયા વ્યર્થ જતા હોય ત્યારે અનુસૂચિત જાતિના રોહિત તથા વણકર સમાજની સાથે સાથે વાલ્મિકી સમાજ ને સરકાર દ્વારા મળતા અન્ય લાભોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અન્ય લાભોમાં પણ અનુસૂચિત જાતિના લોકોને કરોડો રૂપિયાના થતા અન્યાયની વિગતો પ્રકાશમાં આવી શકે તેમ જણાઈ રહ્યું છે.અને અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા વિવિધ લાભો પાછળ કરવામાં આવતો કરોડો રૂપિયાના ખર્ચના નાણાં કોઈ જવાબદાર અધિકારીઓના કે સરકારના નથી,પરંતુ આ નાણાં પ્રજાના છે.અને પ્રજાના નાણાથી પ્રજા સાથે અન્યાય કરવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!