Saturday, 27/07/2024
Dark Mode

દાહોદમાં 1962 કરુણા એમ્બયુલેસ દ્વારા વર્લ્ડ રેબીઝ ડે ની ઉજવણી કરાઈ

September 29, 2022
        425

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદમાં 1962 કરુણા એમ્બયુલેસ દ્વારા વર્લ્ડ રેબીઝ ડે ની ઉજવણી કરાઈ

 

દાહોદમાં 1962 કરુણા એમ્બયુલેસ દ્વારા વર્લ્ડ રેબીઝ ડે ની ઉજવણી કરાઈ

દાહોદ માં 1962 ની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું ઘ્વારા વર્લ્ડ રેબિઝ ડે ની ઉજવણી કરવામાં આવી આજ રોજ તારીખ 28/9/22 એટલે આખા વિશ્વ માં રેબિઝ ડે તરીકે ની ઉજવણી કરવામાં આવે છે, તો આ નિમિતે આપણી દાહોદ જિલ્લાની GVK EMRI ની 1962 ની કરુણા એમ્બ્યુલન્સ અને 17 ફરતું પશુ દવાખાનું (MVD) ના વેટરનરી ર્ડો અને તેમની તેમની ટિમ ઘ્વારા બધાજ 10 ગામ પૈકી 1 ગામ માં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક ધોરણ 8 થી 12 માં ભણતા દરેક વિદ્યાર્થી ને તેમની શાળા માં જઈને અને ગ્રામ્ય વિસ્તાર માં પણ કરુણા એમ્બ્યુલન્સ ઘ્વારા કૉલેજ અને સ્કૂલ માં જઈને વેટેરનરી ર્ડો અને તેમની ટિમ ઘ્વારા રેબિઝ (હડકવા) કેવી રીતે થાય છે, તેનો શું ઈલાજ હોઈ શકે, તેના લક્ષણો વગેરે વિશે જરૂરી સંપૂર્ણ માહીતી આપી ને લોકો ને માહિતગાર કર્યા હતા. તો ચાલો આપણે રેબિઝ વિશે થોડું જાણીએ. આ રોગ સૌથી જૂના-પુરાણા રોગોમાંનો એક છે. અથર્વવેદમા પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.(ઇસ. પુર્વે ૫૦૦ થી ૧૫૦૦ ના ગાળા માં.) આ રોગનો સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ૧૯૩૦માં લખાયેલા મેસોપોટેમિયન પુસ્તક ‘એષ્નુન્નાના કાયદા (Laws of Eshnunna)’માં જોવા મળે છે. આ રોગ મોટે ભાગે ગરમ લોહી ધરાવતા એવા ભૂચર અને ખેચર સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે, દા.ત. કુતરા, વરૂ, શિયાળ, બિલાડી, જંગલી બિલાડા, સિંહ, ગાય, ભેંસ, વાંદરા, માંકડા, ચામાચિડીયા, મનુષ્ય, વગેરે. હડકવાથી વિશ્વભરમાં દર વર્ષે ૫૫૦૦૦ લોકો મૃત્યુ પામે છે.જેમા ના ૯૫% જેટલા મૃત્યુ ફક્ત એશિયા અને આફ્રિકામાં જ થાય છે. કુલ મૃતાંકના ૯૭% તો ફક્ત હડકાયા કુતરા કરડવાને પરિણામે જ હોય છે. હડકવાનો વાઈરસ (વિષાણુ) સામાન્ય રીતે હડકાયા પશુની લાળ અને જ્ઞાનતંતુમાં જોવા મળે છે. મોટેભાગે આ વિષાણુનો માનવ શરીરમાં પ્રવેશ તે પશુના કરડવાથી થાય છે. હડકાયું પશુ આક્રમક સ્વભાવ ના ધરાવતુ હોય તો પણ અને રંજાડ્યું ના હોવા છતાં કરડી જાય છે. વિષાણુની પ્રકૃત્તિનું આ એક અજોડ ઉદાહરણ છે કે કઈ રીતે વિષાણુ પોતાના યજમાનની વૈચારિક શક્તિ પર કબજો કરી લે છે અને ત્યારબાદ પોતાના ફેલાવા માટે બીજા યજમાન શરીરમાં પ્રવેશવાની સગવડ કરી લે છે. વિષાણુ નિર્જીવ હોય છે, પરંતુ તેમના વંશવેલાના વિસ્તાર કરવાની વૃત્તિ જોતા તેમને ‘સજીવ અને નિર્જીવ’ને જોડતી કડી તરીકે પણ ઓળખાવાય છે.

 

હડકવાના વિષાણુ મનુષ્યના શરીરમા પહોચ્યા પછી ચેતાતંત્રમાં દાખલ થાય છે. અને ત્યારબાદ તે મગજ સુધી પહોચે છે. વાઈરસ માનવ મગજની અંદરના ભાગમાં પહોચ્યા પછી દરદી હડકાયો બને છે. ત્યારબાદ ગમે તેટલી સારવાર કે સાર-સંભાળ છતાં પણ બે થી દસ દિવસમાં તેનું મોત નિશ્વીત બને છે. હડકાયા બનેલા ૯૯% દરદી મૃત્યુ પામે છે. પરંતુ હડકવા થયા પહેલા એટલે કે હડકાયું જાનવર કરડ્યા પછી યોગ્ય સમયમાં અથવા પહેલેથી હડકવાની રસી લીધી હોય તો હડકવાના વિષાણુ મગજ સુધી પહોંચી શક્તા નથી અને પીડિત ઉગરી જાય છે. હડકવાની રસીની શોધ ઈસવીસન ૧૮૮૫માં વિજ્ઞાની લૂઈ પાશ્ચરે કરેલી છે. જયારે મનુષ્ય માં રેબિઝ થાય ત્યારે તેના પ્રાથમિક લક્ષણો માથુ દુઃખવું, તાવ આવવો, નબળાઈ આવવી, ખોટી ચિંતા, મૂંઝવણ, હતાશા, વિચિત્ર વર્તન, અતાર્કિક વિચારો, આક્રમકતા વગેરે છે, જ્યારે હડકવા ઉપડ્યા પછીના લક્ષણો નીચે પ્રમાણે છે:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!