Saturday, 20/04/2024
Dark Mode

લીમખેડા તાલુકાના વડેલા ગામે જાહેરમાં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડાથી જુગારીઓમાં નાસભાગ: ૯ જુગારીયાઓ ઝબ્બે 

August 14, 2022
        611
લીમખેડા તાલુકાના વડેલા ગામે જાહેરમાં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડાથી જુગારીઓમાં નાસભાગ: ૯ જુગારીયાઓ ઝબ્બે 

લીમખેડા તાલુકાના વડેલા ગામે જાહેરમાં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડાથી જુગારીઓમાં નાસભાગ: ૯ જુગારીયાઓ ઝબ્બે 

દાહોદ તા.૧૪

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા ગામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ૯ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૫,૧૭૦, ૪ મોબાઈલ ફોન અને એક મોટરસાઈકલ મળી કુલ રૂા. ૫૧,૬૭૦ના મુદ્દામાલ સાથે ૦૯ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ગત તા.૧૩મી ઓગષ્ટના રોજ વડેલા ગામે મંદિર ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં શ્રાવણીયા જુગાર ધામ પર પોલીસને મળેલ બાતમીના આધારે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલ મુકેશભાઈ બાબુભાઈ નાયક, પ્રદિપભાઈ ચતુરભાઈ પટેલ, હિતેશભાઈ સરદારભાઈ ચૌહાણ, શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ, સુરેશભાઈ નાયકભાઈ પટેલ, પ્રભાતભાઈ નાથાભાઈ નાયક, સરદારભાઈ નાયકાભાઈ પટેલ, સરદારભાઈ પ્રતાપભાઈ પટેલ અને મોતીભાઈ છત્રસીંગ ચૌહાણનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૫,૧૭૦, ૦૪ નંગ મોબાઈલ ફોન અને એક મોટરસાઈકલ મળી કુલ રૂા. ૫૧,૬૭૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ લીમખેડા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!