દેવગઢ બારીયાના નવી બેડીમાં જમીનમાં ખેડાણ કરવાના મામલે થયેલ ઝઘડામાં ચાર ઈસમોએ ભેગા મળી એક વ્યક્તિને લમધાર્યો
દાહોદ તા.23
દેવગઢબારિયા તાલુકાના નવીબેડી ગામે જમીનમાં ખેડાણ કરવાનાં મામલે થયેલા ઝગડામાં ચાર ઈસમોએ ભેગા મળી એક વ્યક્તિને પાઈપો વડે ફટકાર્યા બાદ ગદડાપાટુનો માર મારવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના નવીબેડી ગામના મહિપતસિંહ લક્ષ્મણસિંહ બારીયા, અશોક લક્ષ્મણસિંહ બારીયા, હિતેશ લક્ષ્મણસિંહ બારીયા,તેમજ ભારત ભાઈ ગોકળભાઈ બારીયા તેમના જ ગામના દિગ્વિજયસિંહ માનસિંગભાઈ બારીયાને આ જમીન અમારી છે અને અમે ખેડાણ કરવાના છે તેમ કહી ગાળા ગાળી સાથે બોલા ચાલી કર્યા બાદ મહિપત સિંગે મોટરસાયકલ માંથી પાઇપ કાઢી દિગ્વિજય સિંહને ફટકારવાનું શરૂ કર્યું હતું તેમજ ઉપરોક્ત અન્ય ત્રણે લોકોએ પણ લાકડીઓના ફટકા મારી દિગ્વિજયસિંહને ગદડાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા
ઉપરોક્ત બનાવ સંદર્ભે દેવગઢ બારીયા તાલુકાના નવાબેડી નિશાળ ફળિયાના રહેવાસી દિગ્વિજયસિંઘ માનસિંગભાઈ બારીયાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાગટાળા પોલીસે ચારેય લોકો વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.