
દે.બારીયા તાલુકાના વાવ લાવારિયા ગામે ફોર વહીલ ગાડીની અડફેટે ગાડીમાં સવાર એક નું મોત:પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત..
દે.બારીયા તા.27
દે.બારીયા તાલુકાના વાવ લાવારિયા ગામે પૂર ઝડપે તેમજ બેફિકરાઈ ભરી ઈકો ગાડીના ચાલકે એક મોટર સાઇકલને અડફેટે લીધા બાદ ભાગવા જતા પલ્ટી મારતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.ત્યારે ચાર જેટલાં વ્યક્તિઓ ઇજા ગ્રસ્ત થયાં હોવાનું પ્રાથમિક તબબકે માહિતી મળી છે
મળતી માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના વાવ લાવારિયા ગામે ગત રોજ GJ-07-BB-4560 નંબરની ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ ભર્યું તેમજ પૂર ઝડપે હંકારી લાવી મોટર સાઇકલને અડફેટે લઈ ઇકો ગાડી પલ્ટી મારતા ઈકો ગાડીમાં સવાર કમલેશ ભાઈ સોના ભાઈ બારિયાના શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે મોટર સાઇક્લ પર સવાર બે ઇસમો તેમજ ઈકો ગાડીમાં સવાર એક ઈસમ અને મોટર સાઇક્લ સવાર બે લોકો એમ મળી ત્રણ જેટલાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે માર્ગ અકસ્માત સર્જનાર ઈકો ગાડીનો ચાલક ગાડીમાંથી કૂદી ભાગી ગયી હતો ઉપરોક્ત બનાવ સંદર્ભે બોર પીપળીયા ફળિયાના રહેવાસી પારસીંગ કોયાભાઈ રાઠવા એ સાગટાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાગટાલા પોલીસે ઈકો ગાડીના ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.