
દેવગઢ બારીયા તાલુકાના રેબારીમાં છોકરી ભગાડયા ની અદાવતે મકાનમાં તોડફોડ કરી એક વ્યક્તિ પર કર્યો હુમલો
દે. બારીયા તા.27
દેવગઢ બારીયા તાલુકાના રેબારી ગામે એક મહિલા સહીત ચાર ઈસમોએ છોકરી ભગાડી ગયાની અદાવતે મકાનમાં તોડફોડ કરી ગદડા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હોવાનું જાણવા મળેલ છે
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના કાળીયાગોટા ગામના બાબુ મનશુખ પટેલ લીલાબેન બાબુ ભાઇ પટેલ લક્ષ્મણ ભાનસિંગ પટેલ તેમજ રેબારી ગામના બાબુ ભાઈ જેરા ભાઈ પટેલે ભેગા મળી રેબારી ગામના હોળી ફળિયાના રહેવાસી કાંતિભાઈ મથુર ભાઈ બારિયાના ઘરે આવી તમારા છોકરો અશ્વિન અમારી મનીષાને ભગાડી લઈ ગયો છે તેમ કહી માકનમાં તોડફોડ કરી મથુર ભાઈને ગદડા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા ઉપરોક્ત બનાવ સંદર્ભે રેબારી ગામના મથુર બારીયાએ ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પીપલોદ પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.