Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:શહેર સહીત જિલ્લાવાસીઓ દીપોત્સવી પર્વ માનવતા હશે ત્યારે,121 થી વધુ 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ “રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે

દાહોદ:શહેર સહીત જિલ્લાવાસીઓ દીપોત્સવી પર્વ માનવતા હશે ત્યારે,121 થી વધુ 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ “રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ:શહેર સહીત જિલ્લાવાસીઓ દીપોત્સવી પર્વ માનવતા હશે ત્યારે,121 થી વધુ 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ “રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે, દાહોદ જિલ્લાની વિવિધ 27 લોકેશન પર ગમન હેડક્વાર્ટર, તેમજ 9 જેટલાં બેકઅપ સહીત કુલ ૧૨૧ કર્મીઓનો સ્ટાફ અડીખમ રહી પૂરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવશે

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લામાં દિવાળી પર્વને લઈ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. જિલ્લામાં સૌ લોકો દિવાળીનો ઉત્સવ મનાવતા હશે.ત્યારે તહેવારના દિવસે પણ અવિરત ઈમરજન્સી સેવા આપતા ૧૦૮ ઈમરજન્સી દાહોદ જિલ્લાની ટીમ સતત પોતાની ફરજ બજાવવા અડીખમ છે.

દાહોદ:શહેર સહીત જિલ્લાવાસીઓ દીપોત્સવી પર્વ માનવતા હશે ત્યારે,121 થી વધુ 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ "રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશેકોવિડ – ૧૯ની મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તેહવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે ૧૦૮ ઇમર્જન્સી સેવાના કર્મીઓ દ્વારા દાહોદ જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી છે તેમજ કોઈ પણ સમયે ૨૪/૭ કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે ૧૦૮ એમ્બુઅલન્સ દાહોદની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસો માં અકસ્માત ના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધ પાત્ર વધારો થાય છે, તેવા સંજોગોમાં તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા દાહોદ ૧૦૮ ના કર્મીઓએ પોતે નોકરી પર હાજર રહી અને તહેવારોની ઉજવણી કરશે.અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે ૨૪/૭ ખડે પગે રહેશે.

દાહોદ જિલ્લા ના બધાજ નાગરિકો પોતાના વ્હાલાઓ સાથે હર્ષોલ્લાસથી તહેવારોની મોજ માની શકે તે માટે ૧૦૮ ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુલ- ઉજવણી ) પધ્ધતિ થી પોતાના સ્ટાફ સાથે ઉજવણીમાં સામેલ થશે. ખરેખર ૧૦૮ ના કર્મીઓ તેમજ પોલીસ તેમજ હોસ્પિટલના કર્મીઓને સો સો સલામ કે જેઓ મહામારી હોય કે તહેવારો પોતાના ઘરે થી દૂર રહી નાગરિકો માટે ખાડે પગે રહે છે. જોકે ૧૦૮ ની ટીમ દ્વારા દિવાળીના તહેવારોમાં ઇમર્જન્સીને પહોંચી વળવા ખડેપગે રહેવા પુરી તૈયારીઓ કરી લીધી છે.દિવાળીના તહેવારોમાં ઇમર્જન્સીમાં થતો વધારો માટેની આગાહીઓના આંકડા ઓ નીચે મુજબ ના છે. જેમાં છેલ્લા ચાર વર્ષ ના આંકડા તેમજ ચાલુ વર્ષે દિવાળી ના ત્રણ દિવસ માં કેટલી ઇમર્જન્સી આવી શકે તેની આગાહી આપવામાં આવેલ છે.

error: Content is protected !!