Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આધુનિક ભારતમાં નિર્મિત ટી.બી. ની તપાસ માટે ના નવીન મશીન true nat મુકવામાં આવ્યા,ટીબીની તપાસ સ્થળ પર જ કરવામાં આવશે

ફતેપુરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આધુનિક ભારતમાં નિર્મિત ટી.બી. ની તપાસ માટે ના નવીન મશીન true nat મુકવામાં આવ્યા,ટીબીની તપાસ સ્થળ પર જ કરવામાં આવશે

 વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આધુનિક ભારતમાં નિર્મિત ટી.બી. ની તપાસ માટે ના નવીન મશીન true nat મુકવામાં આવ્યા,ટીબીની તપાસ સ્થળ પર જ કરવામાં આવશે

ફતેપુરા તા.16

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ એસપીરેશનલ જિલ્લા અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી વિજય ખરાડી સાહેબ તેમજ જિલ્લા બાળ વિકાસ અધિકારીશ્રી રૂચિત્તરાજ તેમજ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર પી.આર સુથારના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા ખાતે આધુનિક ભારત દેશ માં નિર્મિત true nat મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમાં ભારત સરકારના ટી.બી નાબુદી અભિયાન અંતર્ગત તપાસ તેમ જ દવા પ્રતિરોધી ટી.બી.ના દર્દી ઓ ની તપાસ માટે આ મશીનનો ઉપયોગ ફતેપુરા તાલુકાની જનતાને લાભ મળે તે માટે ઉપલબ્ધ કરાવેલ છે આ મશીન દ્વારા એક કલાકની અંદર ટી.બી.ની બીમારીનું નિદાન કરી શકાય છે ઉપરોક્ત વિધિ એક કલાકની અંદર દવા પ્રતિરોધી ટી.બી.ના દર્દીઓની તપાસ કરી શકાય છે ઉપરાંત ટી.બી. ની તપાસ માટે ગળફાની માઈક્રોસ્કોપ ની તપાસ તેમજ એક્સરે ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

error: Content is protected !!