દેશભરમાં હાલ જેઈઈ/નીટ ની પરીક્ષાને લઈ ભારે વિરોધ જાેવા મળી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ શહેરમાં વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો અને હાથમાં બેનરો લઈ આ પરીક્ષાને મુલત્વી રાખવામાં આવે તેવી માંગણી કરી હતી.
જેઈઈ/નીટની પરીક્ષાઓ મુલત્વી રાખવાની માગંણી કરવા માટે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાના આદેશ અને જિલ્લા પ્રમુખ કિરીટ ચાવડાની સુચનાથી આજરોજ તારીખ ૨૮મી ઓગષ્ટના રોજ સવારે ૧૧ કલાકે ર્ડા.આંબેડકર ચોક,તાલુકા પંચાયત કચેરી,દાહોદ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી હાથમાં વિવિધ બેનરો સાથે જાેડાયા હતા અને આ પરીક્ષા મુલત્વી રાખવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.