દેવગઢ બારીયા નગરમાં દીપડો બે બાળ દીપડા સાથે જોવા 3મળતા ફફડાટ…

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દેવગઢ બારીયા નગરમાં દીપડો બે બાળ દીપડા સાથે જોવા 3મળતા ફફડાટ…

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં વન્ય પ્રાણી દિપડો બે બાળ દીપડા સાથે જોવા મળતા નગરજનોમાં ફાફડાટ ફેલાયો હતો. જોકે સ્થાનિકોએ દીપડા અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

દાહોદ તા. ૨૭

દાહોદ જીલ્લો અફાટ વનરાજીથી ઘેરાયેલો જિલ્લો છે. આ અફાટ વનરાજીમાં વન્યપ્રાણી દીપડા, રીંછ, ઝરખ, હાયના જેવા હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે. ખાસ કરીને વન્યપ્રાણી દીપડાઓ અનેક વખત માનવ વસાહતમાં ઘૂસી જવાના બનાવો ભૂતકાળમાં સામે આવ્યા છે તેવી જ રીતે ગઈકાલે દેવગઢ બારીયા નગરના પૂવાળા વિસ્તારમાં વન્યપ્રાણી દીપડો બે બાળ દીપડા સાથે મારણની મિજબાની માણતાનો વિડીયો સામે આવ્યો છે. આ પહેલા ગઈકાલે પણ આ વિસ્તારમાં વન્યપ્રાણી દીપડાએ દુધાળા પશુનો શિકાર કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે ત્યારે બીજા દિવસે પણ જંગલમાંથી દીપડો બે બાળ દીપડા માનવ વસાહતમાં આવી જતા નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. અને આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે દેવગઢ બારીયા નગરમાં વન્યપ્રાણી દીપડો આવી ચડ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.

Share This Article