Saturday, 12/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના બોંબ ફૂટયો:ખાનગી દવાખાનાના તબીબ સહીત અધધ… 19 કોરોના પોઝીટીવ કેસો નોંધાતા હાહાકાર:કોરોના એક્ટિવ કેસોનો આંકડો સદી નજીક પહોંચ્યો

દાહોદ જિલ્લામાં કોરોના બોંબ ફૂટયો:ખાનગી દવાખાનાના તબીબ સહીત અધધ… 19 કોરોના પોઝીટીવ કેસો નોંધાતા  હાહાકાર:કોરોના એક્ટિવ કેસોનો આંકડો સદી નજીક પહોંચ્યો

        રાજેન્દ્ર શર્મા @ દાહોદ 

 દાહોદ તા.12

દાહોદ જિલ્લામાં આજરોજ વધુ એક વાર કોરોના કોરોના બોંબ ફૂટતા શહેર સહીત જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે.વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લામાં એક ખાનગી દવાખાનાના તબીબ સહીત 19 કોરોના પોઝીટીવના કેસોના ધડાકા સાથે જિલ્લામાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ પણ વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે.જ્યારે જિલ્લામાં કુલ 170 કેસોમાંથી કોરોનાના સૌથી વધુ 130 જેટલાં કેસો દાહોદ શહેરમાંથી નોંધાતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા 168 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલ્યા હતા જે પૈકી 147 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.તેમજ સાગમટે વધુ 19 કોરોના સંક્રમિત કેસોમાં વધારો થવા પામ્યો છે.જ્યારે આજરોજ અત્રેના ઝાયડસ હોસ્પિટલમાંથી વધુ એક દર્દીને કોરોના મુક્ત થઈ ઘરે જતા રહેતા કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 96 પર પહોંચવા પામ્યો છે.જ્યારે એક મહિલા સહીત ત્રણ સિનિયર સિટીઝન કોરોના સંક્રમિત દર્દીઓના મોત નિપજયા છે.

દાહોદ જિલ્લામાં અનલોક 2 ના પ્રથમ દિવસથી જ કોરોનાનો કાળો કેર યથાવત રહેવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં અવિરત વધારો જોવા મળી રહ્યો છે.જેને પગલે અનલોક 2 માં દાહોદ જિલ્લાના વિવિધ વેપારી સંગઠનો વેપારી મંડળો સહીતના ધંધા રોજગાર કરતા વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે દુકાનના સમયમાં સ્વૈચ્છિક લોકડાઉન પણ કરી દીધો છે.ત્યારે છેલ્લા બે અઠવાડિયા કરતા વધુ સમયથી સતત કોરોના દર્દીઓમાં વધારો થતાં આરોગ્ય તંત્રની કામગીરી પણ વધી જવા પામી છે.
આરોગ્ય વિભાગે ગઈકાલે 168 લોકોના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી 147 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જયારે
(1)55 વર્ષીય જરીનાબેન શબ્બીરભાઈ કુરેશી,દાહોદ (2)65 વર્ષીય ફિરોજભાઈ અલીહુસૈન મુલ્લા મીઠાવાળા રહે.ગોધરારોડ, (3)55 વર્ષીય શંકરભાઇ ગોપાલ લખવાની, (4) 52 વર્ષીય વીણા દિલીપ લખવાની, (5)19 વર્ષીય દિપીકાબેન શંકરભાઇ લખવાની, (6)52 વર્ષીય હેમાબેન શંકરભાઇ લખવાની, રહે.દાહોદ (7)56 વર્ષીય સંજયભાઈ તેજમલ કપૂર,(8)54 વર્ષીય ઈતેલાબેન સંજયભાઈ કપૂર (9)55 વર્ષીય અજય તેજમલ કપૂર રહે.ગોદીરોડ, (10)50 વર્ષીય રાજેશ કનૈયાલાલ કાબરાવાલા, (11) 46 વર્ષીય સોનલ બેન રાજેશભાઈ કાબરાવાલા, ગૌશાળા,(12)67 વર્ષીય ડો.કેઝાર દાહોદવાલા, રહે.દર્પણરોડ,(13)23 વર્ષીય કાનાસીંગ નટવરસીંગ જાધવ વાંસીયા ડુંગરી.દે.બારીયા, (14)21 વર્ષીય કોમલબેન રવિકુમાર ભાટીયા, કામલીયાવાડ, (15)30 વર્ષીય મુકેશભાઈ ચેનીયા ભુરીયા, (16)15 વર્ષીય અપીલ તેરસીંગ ભુરીયા, (17)35 વર્ષીય લલીતાબેન રમેશભાઈ રાઠોડ રહે.ભે.ગરબાડા, (18)71 વર્ષીય પ્રવિણચંદ્ર માણેકલાલ તલાટી રહે.ગુજરાતીવાડ, (19)45 વર્ષીય દર્શનાબેન અરવિંદભાઈ શાહ રહે.બાંડીબાર લીમખેડા સહીત આજરોજ એક સાથે અધધ.. 19 કોરોના પોઝીટીવના દર્દીઓ નોંધાતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.જ્યારે આજરોજ કોરોના સંક્રમિત નોંધાયેલા મોટાભાગના દર્દીઓના પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે.જોકે આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના પોઝિટિવ નોંધાયેલા દર્દીઓના ટ્રાવેલ હિસ્ટ્રીને ટ્રેસીંગ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે દાહોદ શહેરમાં વધુને વધુ દિન-પ્રતિદિન કોરોના સંક્રમિત કેસ સામે આવતા એક પ્રકારનું ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ 170 કેસો નોંધાવવા પામ્યા છે.જોકે 66 લોકો કોરોના મુક્ત થઈ હોસ્પિટલમાંથી ઘરે જતા રહેતા હાલ 95 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે 9 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના પણ અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.

 દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં ત્રણના મોત થયા તેમજ એક કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:ત્રણ એક્ટિવ કેસોને સરકારી ગાઈડલાઈન મુજબ હોમ આઇસોલેટ કરાયાં 

 દાહોદ શહેરમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ત્રણ દર્દીઓના મોત નિપજવા પામ્યા છે. બીજી તરફ સારવાર લઈ રહેલ દર્દીઓ ખૂબ ઝડપથી સાજા થઇ ઘરે પહોંચી રહ્યા છે.ત્યારે સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી આજે એક દર્દીને કોરોનાને માત આપવા બદલ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે જ્યારે અન્ય ત્રણને હોમ આઇસોલેટ થવા અંગે હોસ્પિટલમાંથી ઘરે મોકલવામાં આવ્યા છે. આમ આજે હોસ્પિટલમાંથી ટોટલ ચાર દર્દીઓને પોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા છે.જે પૈકી આજે જેને રજા આપવામાં આવી છે.તે ડગરવાડના રહેવાસી જાગૃતીબેન વિનોદભાઈ દેવડાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું .ગોદી રોડ વિસ્તારના મનોજભાઈ હરવાણી ગોધરારોડ નર્સિંગ કોલોની રહેવાસી પવન કેવલચંદ જૈન અને ઇન્દોર રોડના રહેવાસી ભરતભાઈ ચોપડાને હોમ આઇસોલેશન માં મોકલી દેવામાં આવ્યા છે.આમ હોસ્પિટલમાંથી આજે સરકારી ગાઇડલાઇન મુજબ ચાર દર્દીઓને ઘરે મોકલી આપવામાં આવ્યા છે

error: Content is protected !!