Thursday, 25/04/2024
Dark Mode

     ફતેપુરા:પ્રધાનમંત્રી આવાસ  જાહેર તપાસ કાર્યક્રમમાં વિકાસ કમિશનર સમક્ષ મનરેગા,નાણાંપંચ સહીતની ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મુદ્દો ગાજ્યો:વિકાસ કમિશનરે તાત્કાલિક નિકાલ કરવા આદેશો આપ્યા

     ફતેપુરા:પ્રધાનમંત્રી આવાસ  જાહેર તપાસ કાર્યક્રમમાં વિકાસ કમિશનર સમક્ષ મનરેગા,નાણાંપંચ સહીતની ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મુદ્દો ગાજ્યો:વિકાસ કમિશનરે તાત્કાલિક નિકાલ કરવા આદેશો આપ્યા
હિતેશ કલાલ,સુખસર/શબ્બીર સુનેલવાલ,ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં વિકાસ ના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વિકાસ કમિશ્નર ને રજૂઆત,ગટર યોજનાના છ કરોડનો ખર્ચ પાણીમાં,આવાસ યોજનાના લાભાર્થીઓને નાણા મળતાં ન હોવાની રજૂઆત,નાણાપંચ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત.

પ્રતિનિધિ દ્વારા સુખસર
ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મનરેગા યોજના અંતર્ગત લાભાર્થીને મળતાં નાણાંમાં ગેરરીતી થઈ હોવાની રજૂઆતો ને લઇ મંગળવારના રોજ વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા રૂબરૂ મુલાકાત લઇ અરજદારોની રજૂઆત સાંભળી હતી.જેમાં તાલુકામાં વિવિધ યોજનાઓ હેઠળ થતા વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો રજૂઆતો થતા કમિશનર અચંબામાં પડી ગયા હતા. સ્થાનિક કક્ષાએથી લાભાર્થીઓને ન્યાય મળતો ન હોવાની પણ રજૂઆત થઇ હતી જે બાબતે કમિશનરે નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
           ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોની ફાળવણી કરાઇ છે.જેમાં આવાસમાં મનરેગા યોજના હેઠળ મજૂરી કામ કરેલ નાણાં લાભાર્થીને ચૂકવવાના હોય છે.જે નાણાં ચૂકવવામાં આવતા ન હોવાની રજૂઆત થઇ હતી.જે સંદર્ભે મંગળવારના રોજ વિકાસ કમિશનર શીતલ ગોસ્વામી દ્વારા રૂબરૂ મુલાકાત લઇ જાહેરમાં રજૂઆતો સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં અનેક લોકોએ રજૂઆતો કરી હતી જેમાં ફતેપુરા નગરમાં ગટર યોજના માટે ખર્ચાયેલા છ કરોડ થી વધુની રકમ વાપરવામાં આવી છતાં ગટર યોજનાની કામગીરી નિષ્ફળ જોવા મળી રહી છે.પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ પણ પણ હાલતમાં છે મારા ગામમાં નાણાપંચ યોજના હેઠળના વિકાસ કામો નાણા બારોબાર ચાંઉ કરી દેવાયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના મંજુર થાય છે પરંતુ તેના નાણાં અન્ય ખાતાઓમાં જમા કરી દેવાય છે. લાભાર્થીઓને નાણાં મળતાં ન હોવાની રજૂઆત થઇ હતીરાજ્ય સરકાર દ્વારા તાલુકાના વિકાસ માટે ગ્રામ પંચાયતને અઢળક ગ્રાન્ટ આપે છે.પરંતુ સ્થળ પર વિકાસ કામો થતા નથી.અને મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની પણ રજૂઆત થઇ હતી.અને સ્થાનિક અને જિલ્લા કક્ષાએ રજુઆતો કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી થતી ન હોવાની રજૂઆત થઇ હતી.જે બાબતે વિકાસ કમિશનર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિકાસ કમિશ્નરે તમામ રજૂઆતો સાંભળી હતી અને ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
ફતેપુરામાં ગટર યોજના તેમજ શુદ્ધ પાણીનો પ્લાંટ માટે  કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ પણ તમામ યોજના નિષ્ફળ:મનરેગા સહીત નાણાં નાણાપંચની ગ્રાન્ટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો :-વિશાલ નહાર (રજૂઆત કરનાર)
    ફતેપુરામાં ગટર યોજના માટે છ કરોડ આપ્યા હતા.પરંતુ ગટર યોજના નિષ્ફળ થઈ ગઈ છે. શુદ્ધ પાણીનો પ્લાન્ટ પણ નિષ્ફળ થઈ ગયો છે.નાણાપંચની યોજના હેઠળ મોટાપાયે ભ્રષ્ટાચાર થયા છે.મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા ગામોમાં પણ બારોબાર બીલો બનાવી દેવાય છે.સ્થાનિક અને જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી.
 મારગાળા ગ્રામ પંચાયતમાં નાણાપંચનની નાણાપંચની ગ્રાન્ટમાંથી કોઈ કામ થયા નથી વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો બારોબાર ચાંઉ થઈ ગઈ: ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પરિણામ શૂન્ય  :- નીરૂબેન બારીયા ( રજૂઆત કરનાર
મારગાળા ગામ પંચાયતમાં નાણાપંચ યોજનામાં વિકાસના કામો થયા નથી સરપંચ દ્વારા વિકાસના કામોના નાણાં બારોબાર ચાંઉ કરી દેવાયા છે.સંપૂર્ણ અહેવાલ જિલ્લા કક્ષાએ અપાયો હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ કાર્યવાહી થતી નથી.
પ્રધાનમંત્રી આવાસ કાર્યક્રમમાં લાભાર્થીઓની રજૂઆતો સાંભળી તાત્કાલિક નિકાલ કરવા આદેશ આપ્યા છે. :- શીતલ બેન ગોસ્વામી( મદદનીશ વિકાસ કમિશનર ગાંધીનગર)

       પ્રધાનમંત્રી આવાસ  જાહેર તપાસ કાર્યક્રમ ફતેપુરામાં લાભાર્થી  રજૂઆતો કરી છે.જેનો તાત્કાલિક નિકાલ કરવા સ્ટાફને સૂચના આપી દીધી છે તેમજ ગંભીર રજૂઆતોની નોંધ લીધી છે જે સરકારમાં રજૂ કરીશું.

error: Content is protected !!