રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા તાલુકાના પાડોળા ગામનો યુવક હડફ નદી કિનારે આવેલા ખેતર તરફ જતી વખતે પગ લપસી જતા નદીના વહેણમા તણાઈ જતા મોત નિપજ્યુ હતુ.
દાહોદ તા. ૨૭
લીમખેડા તાલુકાના પાડોળા ગામના યુવકનુ હડફ નદીમા તણાઈ જવાથી મોત નિપજ્યુ:પાડોળાથી તણાયેલા યુવકનો મૃતદેહ ખાખરીયા ગામેથી મળ્યો:દેવગઢ બારીઆ ફાયરની ટીમે નદી માથી મૃતદેહ બહાર કાઢ્યો:પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકામાં ગઈકાલે 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા લીમખેડા તાલુકાની હડફ નદી બે કાંઠે વહેતી થઈ હતી, ભારે વરસાદના કારણે નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ગઈકાલે ભારે વરસાદમા પાડોળા ગામના રૂપસીંગ મગનભાઈ નીનામા હડફ નદી કિનારે પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા તે સમય દરમ્યાન નદી કિનારે પગ લપસી જતા હડફ નદીના ધસમસતા પ્રવાહમા પડી જતા તણાઈ ગયા હતા, ઘટનાની જાણ થતા તાત્કાલિક લીમખેડા પ્રાંત અધિકારી ભવ્ય નિનામા, મામલતદાર નિસર્ગ દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ખાંટ, તલાટી કમ મંત્રી પ્રભાત પટેલ સહિત ના અધિકારી ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, હડફ નદીમા તણાયેલા યુવકની શોધખોળ માટે દેવગઢ બારીઆ ફાયરની ટીમની મદદ લેવામા આવી હતી, પરંતુ હડફ નદીમાં ભારે પુર ની સ્થિતિ હોવાના કારણે યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો.
પાડોળા ગામના હડફ નદીમાં તણાયેલા યુવકનો મૃતદેહ નિનામાના ખાખરીયા ગામે હડફ નદીમા ઝાડી ઝાખરામા ફસાયેલી હાલતમા હોવાની જાણ સ્થાનીક વહીવટીતંત્ર ને મળતા લીમખેડા મામલતદાર, તલાટી કમ મંત્રી પાડોળા, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ખાંટ અને દેવગઢ બારીઆ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને ભારે જહેમત બાદ નદીમા તણાઈ ગયેલા યુવકના મૃતદેહને બહાર કાઢવામા આવ્યો હતો, હાલ પોલીસ અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામા આવ્યો હતો. મૃતકનો પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ ચૂકવવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.