રાજેશ વસાવે :- દાહોદ
*વરસાદની પરિસ્થતિને લઇને જિલ્લા પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ*
*આવતી કાલે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઇ*
દાહોદ તા. ૨૬
દાહોદ જિલ્લામાં સતત પડી રહેલ વરસાદના પગલે જાત માહિતી મેળવવા તેમજ આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપન બાબતે જિલ્લા પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
દાહોદ જિલ્લા પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનીવાલે દાહોદ ખાતે તાજેતરમાં ભારે વરસાદના કારણે ઉદભવેલ વિષમ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.જેમાં દાહોદ ખાતે આવનાર દિવસોમાં ઉદભવનાર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી શ્રી બેનીવાલે જિલ્લાના તાલુકાઓમાં વીજળી,પાણી, આરોગ્ય, સંદેશા વ્યવહાર, રસ્તા,વાહનવ્યવહારની સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવશ્રીએ તમામ અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓને ફરજના સ્થળે હાજર રહેવા જણાવ્યું હતું.
પ્રભારી સચિવશ્રીએ વરસાદ બાદ જિલ્લામાં સફાઇ ઝુંબેશના સ્વરૂપમાં કરવા તાકીદ કરી હતી. આ ઉપરાતં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ, ક્લોરીનેશન, ઓ.પીડી મોનીટરીંગ સહિતની કામગીરી તાકીદે કરવા સુચના કરી હતી.જિલ્લામાં કાચાં મકાનોને થયેલ અંશત નુંકશાન અને પશુ મરણ બાબતે સર્વે કરી તાત્કાલીક ઘોરણે સહાય ચુકવવા માટે જણાવ્યું હતું.
આ ઉપરાંત કાંઠા વિસ્તારના ગામોને સતત એલર્ટ કરવા પણ સુચના આપી હતી. જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં વરસાદની આગાહી હોવાથી તમામ અધિકારીશ્રીઓને સાવચેત રહેવા અને હેડક્વાટર્સ ન છોડવા જણાવ્યું હતું. આ ઉપરાંત વરસાદની પરિસ્થિતિને જોતાં જિલ્લાની તમામ શાળાઓ કોલેજો સહિત આંગણવાડીઓમાં રજા જાહેર કરાઇ છે.જિલ્લાની પ્રાથમિક શાળાઓ મકાનોની ચાવીઓ સેઇફમાં રાખવા અને સતત સંપર્કમાં રહેવા સંબધિત મામલતદારશ્રીઓને જણાવ્યું હતું
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપ સિંહ ઝાલા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦