ઈલિયાશ શેખ :- સંતરામપુર
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદથી સંતરામપુરની ચિબોટા નદી બે કાંઠે,
સંતરામપુર તા. ૧
વહેલી સવારથી મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સંતરામપુર શહેરમાંથી પસાર થતી ચીબોટા નદીમાં નવા નિરની આવક થઈ છે. ચીબોટા નદી હાલ બંને કાંઠે વહી રહી ભારે વરસાદના કારણે કાચા મકનાની દીવાલ ધરાસા ધોધમાર વરસાદને લઈ અનેક સ્થળેથી નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના કડાણા તાલુકાના નવી ગોધર ગામે એક કાચા ઘરની દિવાલ ધરાસાય થઈ હતી. ધોધમાર વરસાદના કારણે એકાએક મકાનની દિવાલ ધરાસાય થઈ છે. સદનસીબે આ ઘટનામાં કાચા મકાનમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે. આ મકાનમા અંદાજિત સાત જેટલા લોકો રહેતા હતા જેઓનો આબાદ બચાવ થયો*વરસાદ પડતા જ દર માંથી સાપ બહાર નીકળ્યા હતાં .
મહીસાગર જિલ્લામાં એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બીજી બાજુ સરિસૃપ જીવો પણ વરસાદના પાણીમાં દરમાંથી બહાર નીકળી રહ્યા છે. ત્યારે આજે લુણાવાડા તાલુકા પંચાયતની સામેની દુકાનમાં એક ધામણ સાપ નીકળ્યો હતો. પર્યાવરણ પ્રેમી મુકેશ પટેલે આ સાપનું રેસ્ક્યુ કરી દૂર સલામત સ્થળે છોડી મૂક્યો હતો. ઉલ્લેખનીયા છે કે ધામણ સાપ એ બીનજેરી પ્રજાતિનો સાપ કહેવાય છે પરંતુ તેનું કદ અને આકાર જોતાં જ લોકો ડરી જતા હોય છે.
તો આજે વહેલી સવારે લુણાવાડા શહેરની પ્રણામી સોસાયટીમાં પણ બે થી ત્રણ જગ્યાએ રહેણાંક વિસ્તારમાં સાપ ઘૂસી આવ્યાની ઘટનાઓ સામે આવી છે જવાનો માર્ગ કોઝવે પર પાણી ફરી વળતા બંધ થયો* સંતરામપુર માં વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇ અનેક નદી નાળાઓ છલકાયા છે. સંતરામપુર તાલુકાના છેવાડે આવેલ નાની ભુગેડી ગામ જવાનો કોઝવે હાલ પાણીમાં ઘડકાવ થયો છે. દાહોદ જિલ્લાના સંજેલી તરફ જવાનો માર્ગ કોઝવે પર પાણી ફરી વળવાના કારણે બંધ થયો છે. સુખી નદીના પાણી કોઝવે પર ફરિવળતા રોડ બંધાયો છે. સંતરામપુર તાલુકામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દાહોદ અને મહીસાગર જિલ્લાના સરહદે આવેલું ગામ કોઝવે પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે.કોઝવે પર નદીના પાણીના પ્રવાહમાં ઝાડ પણ ધસી આવ્યા છે.બીજી તરફ સીઝનમાં પ્રથમ વખત સુખી નદીમાં પુર આવતા ગ્રામજનો પણ કોઝવે ખાતે નવા નીર જોવા માટે પોહચ્યા હતા..
જે રીતે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત જિલ્લાના અન્ય તાલુકા ખાનપુર સંતરામપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. અને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ચાર કલાકમાં સાડા 5ઇંચ વરસાદે જ્યાં જુવો ત્યાં પાણી પાણી કરી દીધું છે. શહેરમાંથી પસાર થતાં મુખ્ય સ્ટેટ હાઇવે હાલોલ શામળાજી રોડ પરના કે જ્યાં હાઇવે માર્ગ પર ભારે પાણી ભરાયા છે. જેના કારણે આખો હાઇવે પાણીમાં ગરકાવ થયો છે. બીજી તરફ લુણાવાડા શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, ગોળ બજાર સહિતના વિસ્તારોમાંથી ઢીંચણ સમા પાણી ભરાયા હતા. બીજી તરફ વરધરી રોડ ઉપર આવેલ જયશ્રીનગર સોસાયટી,યોગેશ્વર સોસાયટી સહિતની અલગ અલગ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા હતા. જ્યારે લુણાવાડા થી અમદાવાદ ને જોડતા હાઇવે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે. સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં આવેલા આનંદ નગર સોસાયટીમાં પાણીનો નિકાલ ના હોવાના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા આખી રાત લોકો પાણી ઘરમાં ભરાઈ રહે તે માટે બહાર બેસી રહ્યા હતા તેવી પરિસ્થિતિ જોવા મળી હતી સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં કોમ્પ્લેક્સ કોલે દળવાની ઘંટીમાં દરેક જગ્યાએ પાંચ પાંચ દસ ફૂટ પાણી ભરાઈ ગયું હતું. વર્ષોથી આનંદ નગર સોસાયટીમાં પાણીનો નિકાલ ના હોવાના કારણે દર વર્ષે જો આ વખતે પણ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. ઘરમાંથી બહાર નીકળવું લોકોને ભારે હાલાકી પડેલી હતી. પાણી કરવા માટેનું નાડું વર્ષોથી પુરાણ કરીને તેને બંધ કરી દેવામાં આવેલું હતું. સોસાયટી વિસ્તાર રજૂઆત કરવા છતાં નિકાલ પણ કરવામાં આવી રહ્યોસંતરામપુર તાલુકાના ગાડીયા સીર શણબાર નાની ભુગેડી સંતરામપુર તાલુકાના ગામોમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા ગામમાં લોકો બન્યા હતા કાળીયા નર્સિંગપુર નો ફરીથી નાનું ડૂબી જતા રસ્તો બંધ થઈ ગયો તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી. દિવસ પર સતત વરસાદ ચાલુ રહેતા ધંધામાં મોટી અસર જોવાય હતી.