Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારમાં રખડતા પશુઓ અને આખલાઓ આંતક,

August 1, 2024
        333
સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારમાં રખડતા પશુઓ અને આખલાઓ આંતક,

ઈલિયાશ શેખ :- સંતામપુર 

સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારમાં રખડતા પશુઓ અને આખલાઓ આંતક,

બે વ્યક્તિને સામાન્ય ઇજા થઈ ..

સંતરામપુર પાલિકા તંત્ર દ્વારા રખડતા 

પશુઓનો થોડા સમય પહેલા પકડવા માટેનું ઝુંબેશ રહ્યો હતો પરંતુ રખડતા પશુઓના માલિકો ફરીથી ગામની અંદર નગર ની અંદર રખડતા પશુઓની છૂટા મૂકી દેવામાં આવેલા હતા તેના કારણે ફરીથી નગરના વિવિધ વિસ્તારો માં રખડતા પશુઓ આંતક મચાવતા હોય છે નગરના દરેક વિસ્તારની અંદર રોડની વચ્ચોવચ બેસી જતા હોય ત્યારે ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે જ્યારે બીજી બાજુ ચોમાસા દરમિયાન રોડ ઉપર જ ચારે બાજુ બગાડ કરીને ગમતી ફેલાવી રહેતા હોય છે એસટી ડેપોમાં કોમ્પ્લેક્સમાં સરકારી કચેરીઓમાં દરેક જગ્યાએ બેસીને ખરાબ કરી મૂકતા હોય છે દિન પ્રતિ દિન રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમ પુકારે ઊઠ્યા છે આજે સવારે ગોધરામાં પણ વિસ્તારમાં કલાકો સુધી બે આખલાઓ બાખડતા આંતક મચાવેલો હતો માંડબાડ સ્થાનિક લોકોએ ડંડાઓ વડે છુટા પડ્યા હતા. તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી કેટલાક વાહનોને નુકસાન પણ કર્યું હતું. ફરીથી નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ પકડવા માટેની ઝુંબેશાબ કરવામાં આવે તેવી નગરજનો ઈચ્છી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!