![દાહોદમાં છત્રીય રાજપૂત સમાજને મહિલાઓ દ્વારા વડાપ્રધાનને 500 પોસ્ટ લખ્યા..](https://dahodlive.com/wp-content/uploads/2024/04/IMG-20240412-WA0068-770x377.jpg)
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં છત્રીય રાજપૂત સમાજને મહિલાઓ દ્વારા વડાપ્રધાનને 500 પોસ્ટ લખ્યા..
પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી વિરોધ નોંધાવ્યો.
ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓએ ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરોધ મતદાન કરવાના શપથ લીધા.
દાહોદ તા.૧૨
લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તેમજ કદાવર નેતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાદ દિન પ્રતિદિન વિવાદ વકરતો જઈ રહ્યો છે.ક્ષત્રિય રાજપૂત સમાજ પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડીખમ રહી સતત વિરોધ કરી રહ્યો છે. જેની અસર હવે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે.જેમાં આજરોજ સંજેલી તાલુકામાં રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે 500 જેટલા પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખી નોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
સાથે સાથે જો પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ અગામી લોકસભાની ઇલેક્શનમાં ભાજપ વિરોધ મતદાન કરશે તેવી શપથ પણ લીધા હતા. અત્રે ઉલ્લેખની છે કે આ પહેલા પણ દાહોદમાં છત્રીય સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પરસોતમ રૂપાલા નો વિરોધ કર્યો હતો. ત્યારે આજે સંજેલી પંથકમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતા 500 જેટલા પોસ્ટકાર્ડ લખી રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટેની પુનઃ એક વખત માંગણી કરી છે. જેના પગલે અભામી લોકસભાની ચૂંટણીમાં કેવા પ્રકારના પડદા પડે છે. તે જોવું રહ્યું.