રાજેશ વસાવે :- દાહોદ
ગુલતોરા ખાતે ભીલ સમાજ ના લગ્ન બંધારણ નો પ્રચાર પ્રસાર બિરસા મુંડા આદિવાસી સમાજ ભવને સમજૂતી આપી હતી.
દાહોદ તા. ૨૫
આજરોજ ગુલતોરા ખાતે ભીલ સમાજ ના લગ્ન બંધારણ નો પ્રચાર પ્રસાર તથા અમલ કરવા કરાવવા માટે ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ તરફથી શ્રી અમરસિંહ મકવાણા સાહેબ અને શ્રી મૂકેશભાઈ ભુરિયાજી એ હાજર રહીને ગામના આગેવાનો તથા ગામલોકો ને ભીલ સમાજ ના લગ્ન બંધારણ બાબતે સરસ સમજૂતી આપી હતી. ખુબ સરસ અને અસરકારક ચર્ચા વિચારણા ના અંતે ગામ પંચ આગેવાનો દ્વારા બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ અને સૂચિત ભીલ સમાજ પંચ દાપંમ દ્વારા તૈયાર કરવામાં આવેલ લગ્ન બંધારણ નું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપવામાં આવી હતી.
લગ્ન ખર્ચ રૂ.૫૧,૦૦૦/-, સોનું દોઢ તોલો, ચાંદી ૭૫૦ ગ્રામ, કન્યાદાન બંધ, ડીજે બંધ, જમવાનું દાળ ભાત અને ક્ષમતા હોય તો કંસાર તથા અન્ય તમામ બાબતો પણ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના બંધારણ મુજબ જ સ્વિકારી છે.