સરકાર હવે તો સંવેદનશીલ બનો, વડોદરા કે મોરબી જેવી હોનારત સર્જાય તે પહેલા બાળકોને બચાવી લો.
દાહોદમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ મોત સાથે લઈ નેશનલ હાઈવે ઓળંગવા મજબુર…
100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ ધરાવતા હાઇવે પર બાળકો સુરક્ષિત શાળાએ પહોંચશે તેની શું ગેરંટી.?
શાળા સંચાલકો ઘોર નિંદ્રામાં, વહીવટી તંત્ર દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે.?
આરટીઓ તેમજ પોલીસની ટકોર બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ક્યારે ગંભીર બનશે.?
દર માસે કલેકટર ની અધ્યક્ષતામાં યોજાતી રોડ સેફ્ટી મિટિંગમાં આ મુદ્દો હજી સુધી કેમ બાકાત રહ્યો.?
દાહોદ તા.19
દાહોદ જિલ્લામાંથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અડીને આવેલી તેમજ બ્રિટિશ શાસન વખતે અમલમાં આવેલી ભીલ સેન્ટ્રલ સ્કૂલના 752 વિદ્યાર્થીઓ પૈકી 200 તેમજ રામદાસ મુખ્ય પ્રાથમિક શાળાના 572 વિદ્યાર્થીઓમાંથી 150 ઉપરાંત વિદ્યાર્થીઓ મળી કુલ સાડા ત્રણસો કરતાં વધારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ એકબીજાનો હાથ પકડી મોત માથે લઈ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનોની અવરજવર વાળા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેને ઓળંગીને ભણતર મેળવવા મજબૂર બન્યા છે.
જે અંગે હજી સુધી શાળા સંચાલકો સ્થાનિક વહીવટી તંત્ર તેમજ જવાબદારો ઘોર નિંદ્રામાં સુઈ રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે.જેના પગલે રસ્તો ઓળંગથી વખતે આ નાના નાના ભૂલકાઓ કોઈ મોટી હોનારત નો શિકાર બનશે ત્યારે જવાબદાર કોણ રહેશે.પરંતુ આવા પ્રકારની કલ્પના માત્ર હૃદય કંપાવી દેવા દ્રશ્યો વચ્ચે આ બાળકો સાથે કોઈ અજબ તું બને તે પહેલા સરકાર અને સિસ્ટમમાં બેસેલા જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ તેમજ શાળા સંચાલકો સંવેદનશીલ બની આ બાળકોના ભાવિ તેમજ જીવને ધ્યાને લઈ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા કોઈ નક્કર આયોજન ક્યારે કરશે તે એક મોટો સવાલ બની જવા પામેલ છે.
ગુજરાતમાં બે દિવસ અગાઉ ચકચાર મચાવનાર હરણી લેક કરૂણાંતિકામાં 13 નાના ભૂલકાઓ સહીતના 15 નિર્દોષ જીવો કાળના ખપ્પરમાં હોમાય જતા મરણ જનાર બાળકોના પરીવારોના હૈયાફાટ રૂદન અને એમ્બયુલનસોના સાયરનથી એક પ્રકારનો સ્તબદતાનો માહોલ જોવા મળતા આવી દુર્ઘટનાને પ્રત્યક્ષ અથવા ટીવી તેમજ મોબાઈલોમાં જોનાર લોકોના હૃદય પણ કંપાઈ ગયા હતા હવે સરકાર દ્રારા સહાય જાહેર કરી પરીવારો જોડે સંવેદના કરી અને એક બીજા પર દોષનો ટોપલો ઢોલી રહ્યા છે આ પહેલા પણ મોરબી ઝૂલતો પુલ,સુરતની તક્ષશીલા, અમદાવાદના કાંકરિયા રાઈડ સહિતની ઘટનાઓનું વિશ્લેષણ કરીએતો તપાસના અંતે શું બહાર આવ્યું કમનશીબ પરીવારોએ પોતાના સ્વજનોને ગુમાવતા આજે પણ તેમના આંશુ સુકાયા નથી તપાસના આટા પાટામાં જવાબદારો સામે શું કાર્યવાહી થઈ તેનો જવાબ પણ સરકાર અને સિસ્ટમ પાસે નથી ત્યારે દાહોદ શહેરની નજીકમાં આવેલા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે મુવાલિયા ક્રોસિંગ નજીક આવેલી ભીલ સેન્ટ્રલ સ્કૂલ અને રાબડાલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 1200 ઉપરાંત વિધાર્થીઓ પેકી 300 ઉપરાંત વિધાર્થીઓ પ્રતિદિન 100 કિલો મીટરની પ્રતી કલાકની રફતારે નેશનલ હાઈવે ઉપર ફરરાટા સાથે પસાર થતી ઓવર લોડિંગ અને પેસેન્જરો ગાડીઓ વચ્ચેથી આદિવાસી સમાજના બાળકો એક હાથમાં દફતર તો બીજી બાજુ મોતને માથે લઈને ઉજ્વળ ભવિષ્યની બનાવવાની આશાઓ સાથે અભ્યાસ અર્થે શાળામાં આવી રહ્યા છે.
આ મામલે અમે પણ લાગતા વળગતા અધિકારીઓને જાણકારી આપી છે પરંતુ બીજી તરફ શાળા સંચાલકો તેમજ સંબંધિત એઆરટીઓ કચેરી દ્રારા પણ શિક્ષણ વિભાગને લેખિતમાં જાણ કર્યા બાદ પણ આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી એટલુંજ નહી દર મહિને કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં રોડ સેફટી અંગેની મિટિંગ યોજાઈ છે જેમાં આ ગંભીર મુદ્દો હજુ સુધી કેમ ચર્ચામાં ના આવ્યો અને ચર્ચામાં આવ્યો હોતતો કેમ જવાબદારો આ ગંભીર મામલે સંવેદનશીલ નથી થતા આમા એકલા વહીવટી તંત્ર કે પોલીસ વિભાગનો વાંક નથી આમા પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જ સૌથી વધુ જવાબદાર છે.
કેમકે આ બાળકોએ ગરીબ આદિવાસી પરીવારમાં જન્મ લીધો છે આમેય આદિવાસી સમાજ પછાત તરીકે ઓળખાય છે અને ગરીબો પ્રત્યે કોઈપણ સરકારને સંવેદના નથી તેને લઈને જ આ બાળકો સાથે પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોવાઈ રહી છે કારણકે તે પછાત જાતીમાંથી આવે છે તેમની પાસે એટલા રૂપીયા નથીકે કે તેઓ ખાનગી શાળામાં ભણાવી શકે ટ્રાન્સપોટેશનનો ખર્ચ ઉઠાવી શકે તેવી પરિસ્તિથીમાં નથી એટલેતો બાળકના માતા પીતા પણ જાણે છે કે રોડ ક્રોસ કરીને પણ મારા બાળકને માં ભારતીની રક્ષા કાજે તેમજ દેશમાં સેવા આપી ભારત દેશનું નામ રોશન કરી શકે તેમના બાળકો પણ અધિકારીઓ બને તે વિચારીને તેમના બાળકોને આ મોતના મોઢામાંથી પસાર કરી અને ભણતર આપી રહ્યા છે તો બીજી બાજુ દાહોદ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ માસની ઉજવણી કરવામાં આવી રહી છે પોલીસ દ્રારા 29 જેટલા બ્લેક તેમજ હોટ સ્પોટ એડેન્ટી ફાઈવ કર્યા છે જ્યાં અકસ્માતોના બનાવો જોવા મળી રહ્યા છે તો આટલો મોટો ગંભીર પ્રશ્ન કેમ હજુ સુધી બાકાત રાખવામાં આવ્યો છે તે સમજાતું નથી આપને જણાવી દઈએ કે ભીલ સેન્ટ્રલ સ્કૂલ બ્રિટિશ શાસનના જમાનામાં અસ્તિત્વમાં આવી ગઈ હતી અને લગભગ 80 વર્ષ ઉપરાંત થી આ શાળા માં ગરીબ આદિવાસી પરિવારના બાળકો અભ્યાસ કરે છે તો આ હાઇવે નિર્માણ કરતી વખતે નેશનલ હાઇવે ઓથોરિટી અથવા સરકારમાં બેસેલા જવાબદારોએ આ શાળાના બાળકોના અવરજવર માટે અંડર બ્રિજ કે ઓવર બ્રિજની જોગવાઈ કેમ ના કરી એક મોટો સવાલ બની જવા પામેલ છે. જોકે હજુ પણ કશુંજ બગડ્યું નથી જવાબદાર અધિકારીઓ એક બીજાના માથે દોષનો ટોપલો મત ફોડો આ આદિવાસી પરિવારના ગરીબ બાળકો સાથે કોઈપણ પ્રકારની હોનારત સર્જાઈ અથવા ગુજરાતમાં થઈ રહેલી ઘટનાઓનું પુનરાવર્તન થાય તે પહેલા આ નાના નાના ભૂલકાઓના જીવને બચાવી લો આ દેશનું ભવિષ્ય છે. કેમ સમજી આ બાળકોના હિતમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી લાગણી અને માંગણી હાલના તબક્કે તીવ્ર ઉઠવા પામી છે.