Thursday, 21/11/2024
Dark Mode

રાજસ્થાનના કોટાથી પરત આવેલા દાહોદના 5 વિધાર્થીઓને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોનટાઇન કરાયાં

રાજસ્થાનના કોટાથી પરત આવેલા દાહોદના 5 વિધાર્થીઓને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોનટાઇન કરાયાં

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.27

મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા રાજસ્થાનના કોટા ગયેલા દાહોદના પાંચ વિદ્યાર્થીઓ સ્પેશિયલ બસ દ્વારા અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદથી રાત્રે દાહોદ આવ્યા હતા જેઓનો મેડીકલ ચેક અપ કર્યા બાદ 14 દિવસ માટે હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લામાંથી પાંચ વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી કરવા માટે રાજસ્થાન ના કોટા શહેર ગયા હતા. આ વિદ્યાર્થીઓ લોકડાઉનના પગલે ત્યાં ફસાઈ જતા તેઓનો પરિવાર ચિંતિત બન્યો હતો.
રાજસ્થાનના કોટા રહેલા આ સ્ટુડન્ટને સ્પેશિયલ બસ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે અમદાવાદથી બે ગાડીમાં દાહોદ આવવા નીકળેલા દાહોદના પાંચ વિદ્યાર્થી મોડી રાત્રે દાહોદ મુકામે આવી પહોંચ્યા હતા. જેમાંથી એક વિદ્યાર્થી પિપલોદ મુકામે તેના રહેણાંક સ્થળ ઉતારવામાં આવ્યો હતો.
જ્યારે બાકીની ચાર વિદ્યાર્થીઓ દાહોદ શહેરમાં આવી હતી.આ વિદ્યાર્થીઓને દાહોદના કોવિડ-19, ઝાયડસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલે લઈ જઈ આરોગ્ય વિભાગ દ્વારા તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું , આશરે બે કલાક બાદ તેઓના રિપોર્ટ આવતા તમામને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

error: Content is protected !!