Wednesday, 05/02/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોવીડ-19 ના કુલ 351 સેમ્પલો પૈકી 343 ના રિપોર્ટ નેગેટિવ, 4 ના રિપોર્ટ બાકી:163 લોકો કોરોનટાઇનમાં

દાહોદ જિલ્લામાં કોવીડ-19 ના કુલ 351 સેમ્પલો પૈકી 343 ના રિપોર્ટ નેગેટિવ, 4 ના રિપોર્ટ બાકી:163 લોકો કોરોનટાઇનમાં

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૬

દાહોદમાં હાલ અત્યારે કોરોનાનો આંક ૪ નોંધાવા પામ્યો છે જેમાંથી એક ૯ વર્ષીય કોરોનાગ્રસ્ત બાળકીએ કોરાનાને મ્હાત આપી તેને રજા પણ આપી દેવામાં આવી છે.  દાહોદ જિલ્લામાં હાલ ૩૫૧ લોકોના કોરોના રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા જેમાંથી ૩૪૩ લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને હજુ પણ ૪ સેમ્પલોના રિપોર્ટાે પેન્ડીંગ હોવાનુ સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં ફેસેલીટી અને હોમ ક્વોરેન્ટાઈનમાં અત્યાર સુધી કુલ ૧૬૩ લોકો નોંધાયા છે જેમાં હોમ ક્વોરેન્ટાઈનમાં ૯૭, રેલ્વે એપ્રેટીસ હોસ્ટે, પરેલમાં ૯, એકલવ્ય મોડેલ સ્કુલ ખરેડીમાં ૨૪, આદર્શ નિવાસી કન્યા શાળા, ઝાલોદમાં ૨૫, કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય થાલા સંજેલીમાં ૮ એમ કુલ મળી ૧૬૩ લોકોને ક્વોરેન્ટાઈ હેઠળ રાખવામાં આવ્યા છે. વધુમાં મળતી પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લામાંથી અત્યાર સુધી ૩૫૧ લોકોના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૪૩ લોકોના રિપોર્ટાે નેગેટીવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે જ્યારે ૪ ના રિપોર્ટાે પેન્ડીંગ હોવાનુ જાણવા મળ્યું છે. આ ચારેયના રિપોર્ટાેની હાલ આરોગ્ય તંત્ર દ્વારા રાહ જાવાઈ રહી છે.

error: Content is protected !!