રાજેશ વસાવે દાહોદ
દાહોદ શહેરમાં રખડતા ઢોર તેમજ કૂતરાઓના ખસીકરણ તેમજ હડકવાની રસી અંગે કલેકટરની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ..
દાહોદ તા. 6
દાહોદ જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (s.p.c.a) તેમજ પશુપાલન શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કલેકટર ડોક્ટર હર્ષિત ગોસ્વામીની અધ્યક્ષતામાં 30મી ના રોજ એક મિટિંગ યોજાઇ હતી આ મિટિંગમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યો પશુપાલન વિભાગના અધિકારી ડોક્ટર ગોસાઈ, ગૌરક્ષકો , નગરપાલિકા તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અઘિકારી, સહિતનાં ગણ માન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં કલેકટર ડોક્ટર હર્ષિત ગોસાવીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે દાહોદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં, તેમજ રાજમાર્ગો પર રખડતા પશુઓને પાંજરે પૂરી, બિન વારસી પશુઓની કાળજી રાખવા તેમજ બિન અધિકૃત થતા કતલને રોકવા માટે અને ચકાસણી અંગે કોઈ પશુઓનું કતલ ન થાય તે માટે પ્રાણી અત્યાચાર નિવારણ શાખા તેમજ નગરપાલિકાના અધિકારીઓને પશુ પાલન વિભાગના સંકલનમાં રહી કામગીરી કરવા જણાવ્યું હતું. નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓ તાત્કાલિક નગરપાલિકા દ્વારા પકડી નજીકના ગૌશાળા સાથે MOU કરી રખડતા પશુઓને રાખવાની વ્યવસ્થા કરવા માટે સૂચન કરાયા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર ને સૂચન કરવામાં આવ્યા હતા.તેમજ પાંજરાપોળ તથા નગરપાલિકાએ સંકલનમાં કરી પશુઓને રાખવા અને પ્રજાને રખડતા પશુઓને અગવડતા ન પડે અને પ્રજા ભયમુક્ત થાય તેવાં આયોજન કરવા સૂચનો કર્યાં હતાં. તેમજ ચોમાસા દરમિયાન પાલિકા તેમજ આસપાસના વિસ્તારોમાં રખડતા કૂતરાઓને હડકવાનો રોગ થતાં હોવાની આશંકાને લઈ તેમજ કુતરાઓની વસ્તી નિયંત્રણમાં રહે તે માટે તેઓનું ખસીકરણ , તેમજ હડકવાની કરણ માટે પશુપાલન વિભાગની સાથે સંકલનમાં રહી આયોજન કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને નિર્દેશ કરવામાં આવ્યા હતા.
