નવિન સિકલીગર :- પીપલોદ
દે.બારીયા તાલુકાના અસાયડી ગામે બુટલેગરના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી ૬૮ હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરને દબોચ્યો.
પિપલોદ તા.૦૬
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ પોલીસે બાતમીના આધારે અસાયડી ગામે ભૂત ફળિયામાં રહેતા બુટલેગરના ઘરે રેડ પડી 68,000 થી વધુ ની કિંમત નો અલગ અલગ બ્રાન્ડનો પર પ્રાંતીય અંગ્રેજી દારૂ ઝડપી પાડી બુટલેગરને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે બીજી પરમારે પોલીસ જવાનોને સાથે રાખી અસાયડી ગામના ભૂત ફળિયામાં રહેતા નામચીન બુટલેગર સરદાર ધીરા પટેલના રહેણાંક મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસને 86,40 ની કિંમત નો લન્ડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી ની કાચની 64 નંગ બોટલ, 13,940 ની કિંમત નો રોયલ સ્ટેજ ડીલક્ષ વિસ્કી ની 82 બોટલ, 17280 ની કિંમતના 140 નંગ બિયર, 16932 ની કિંમતના રોયલ સ્પેશ્યલ વિસ્કીના 166 કવાટર ની બોટલ, 3600 ના પ્રીમિયમ બિયરની 24 નંગ મલી કુલ 528 નંગ અલગ અલગ બ્રાન્ડ ની કાચની અનેક પ્લાસ્ટિકની બોટલો મળી કુલ 68,552 ની કિંમત નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદેસર પોતાના ભોગવટના મકાનમાં દારૂ સંતાડી રાખી વેપલો કરતા નામચીન બુટલેગર સરદાર ધીરા પટેલની ધરપકડ કરી તેની વિરોધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.