દાહોદ તાલુકાના કતવારામાં વહીવટી તંત્રની સૂચના બાદ સ્થાનિકો સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની કામગીરીમાં જોતરાયા.

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે દાહોદ 

દાહોદ તાલુકાના કતવારામાં વહીવટી તંત્રની સૂચના બાદ સ્થાનિકો સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની કામગીરીમાં જોતરાયા.

દાહોદ તા.25

દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરવાની કામગીરી માટે ગત મહિને વહીવટી તંત્ર દ્વારા દાહોદમાં મેગા ડીમોલીશન હાથ ધરી ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર દ્વારા સફાયો કરવામાં આવ્યો હતો. જોકે આ દબાણ હટાવ કામગીરી કેટલા દિવસ ચાલશે અને હજી કેટલું દબાણ કયા વિસ્તારોમાં તૂટશે તે અંગેની અટકળો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. આ તમામ અટકળોની વચ્ચે તંત્ર દ્વારા સરકારી પડતર જમીન ઉપર ઉભા થયેલા દબાણો દૂર કરવાનો અભિયાન હાથ ધર્યો હતો જે અંતર્ગત બે દિવસ અગાઉ વહીવટી તંત્રની ટીમે દાહોદ તાલુકાના ખરેડી ગામે વડલી ચોકમાં ધામા નાખ્યા હતા. અને બુલડોઝર તેમજ હિટાચી મશીનો દ્વારા ગેરકાયદેસર દબાણો જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા. તો ગઈકાલે વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ દાહોદ તાલુકાના કતવારા મુકામે પહોંચ્યા હતા અને સરકારી પડતર જમીનમાં દબાણો કરનાર દબાણકર્તાઓને બે દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે મૌખિક આદેશો આપ્યા હતા. જો બે દિવસમાં સરકારી પડતર જમીન ઉપર ઉભેલા દબાણો દૂર કરવામાં નહીં આવશે તો તંત્ર દ્વારા સોમવારે તમામ સરંજામ સાથે દબાણ હટાવવાની કવાયત હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જે બાદ કતવારાના સરપંચ દ્વારા દુકાનદારો તેમજ મિલકતદારોને દબાણો દૂર કરવા અંગે સૂચનાઓ આપતા કતવારા ગામમાં લોકોએ સ્વેચ્છિક રસ્તામાં અવરોધરૂપ પતરાના સેડ જુકાટો,લારીગલ્લા કાચાપાકા કેબીનો, ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સોમવારે વહીવટી તંત્રને ટીમ દ્વારા કતવારા ગામમાં કેટલું દબાણ દૂર કરશે તે હાલ કહેવું અતિશયોક્તિ ભર્યું છે.

Share This Article