Saturday, 12/07/2025
Dark Mode

ફતેપુરા મામલતદાર દ્વારા ફરસાણની બંધ દુકાનો ખોલાવી ચેકિંગ હાથ ધરાયું:લોકડાઉન દરમિયાન ફરસાણ અને આઈસ્ક્રીમનો જથ્થાનું નાશ કરાયું

ફતેપુરા મામલતદાર દ્વારા ફરસાણની બંધ દુકાનો ખોલાવી ચેકિંગ હાથ ધરાયું:લોકડાઉન દરમિયાન ફરસાણ અને આઈસ્ક્રીમનો જથ્થાનું નાશ કરાયું

વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

ફતેપુરા મામલતદાર દ્વારા ફરસાણની બંધ દુકાનો ખોલાવી  ચેકિંગ કરાયું

ફતેપુરા તા.09
હાલ આખું વિશ્વ કોરોના મહામારીથી પીડાઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મામલતદાર દ્વારા વિવિધ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં માવાથી બનેલી મીઠાઈઓ ફરસાણ આઇસક્રીમ ઠંડા પીણાની બોટલ કે જેમની સમય અવધિ સમાપ્ત થઈ ગઈ છે તેવા વસ્તુઓ ને સ્થળ પર નાસ કરવામાં આવ્યું હતું.ફતેપુરા ના મામલતદાર પારગી સાહેબ તેમજ ફતેપુરા પી એસ આઈ સી બી બરંડા સાહેબે ફતેપુરા નગરની વિવિધ વિસ્તારોમાં ફરી નગરમા આવેલી સ્વીટ એન્ડ ફરસાણ ની વિવિધ બંધ દુકાનો ખોલાવી ઓચિંતા તપાસ કરતા દુકાનો માથી એકસ્પાઈરી  (જુની)થયલી મીઠાઈઓ ફરસાણ ઠંડા પીણાં આઈસ્ક્રીમની તપાસ કરી સ્થળ પર તેનો નાશ કરાવ્યો હતો તો લોકોને લોકડાઉનના સમય દરમ્યાન કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ના નીકળવાનું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળાવવાનુ અને કાયદાનુ ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું.જો કાયદાનુ પાલન ન કરવા આવશે તો કાયદેસર ની કાર્યવાહી કરી જેલની પાછળ ધકેલી દેવામાં આવશે બીન જરૂરી બહાર નીકળી પડતા ઓટલા પર બેસતા અગાસી પર ટોળેવળીને બેસતા લોકો ને હવે ડ્રોન થી નીગરાણી રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!