દાહોદના બોરડી નજીક નીલ ગાયને અકસ્માતમાં પગે ગંભીર ઇજાઓ થતાં કરુણા એમ્બ્યુલ્સ દ્વારા લાંબુ ઓપરેશન કરી જીવ બચાવ્યો …
દાહોદ તા.૦૩

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ-પાલન વિભાગના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ જે દાહોદ સિટી વિસ્તાર માટે અબોલ પશુ પક્ષીઓ માટે સંજીવની બુટ્ટી ગણાતી જે પશુ ઓની સારવાર માટે હંમેશા કાર્યરત છે.ત્યારે આ સેવા એમ્બ્યુલન્સ દ્રારા એક નીલ ગાયને નવજીવન બક્ષવામાં આવ્યુ છે. જોકે નીલગાયના પગના ભાગ પર ગંભીર ઈજા થયેલી હતી અને પગ ના ભાગ મા ફેક્ચર હતું. વન વિભાગ ના કર્મચારી પી.એમ.બારીયા ની ઉપસ્થિતિ માં ડો. દર્શન ડામોર એ 2 કલાક મહેનત થી ઇજા પામેલા એટલા ભાગ ને સફળ ઓપરેશન કરી ને અલગ કરવામાં આવ્યો હતો. અને નીલગાય નો જીવ બચાવવા માં આવ્યો હતો .આ સમગ્ર ઘટના થયા બાદ કાર્તિકભાઈએ 1962 સેવા નો આભાર વ્યકત કર્યો હતો.
