ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદાર ડામોરની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ
ફતેપુરા તા.21
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતના વહીવટદાર ડામોર ની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી જેમાં તાલુકા વિસ્તારણ અધિકારી બારીયા તેમજ ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા ગ્રામસભામાં તલાટી કમ મંત્રીશ્રી ઉપસ્થિત રહેલા ના હતા ગ્રામ સભામાં ઠરાવના મુદ્દાઓ જાહેર રસ્તા ઉપરના દબાનો દૂર કરવા અને ગામતળની માપણી કરવા ગામ તળની સરકારી જમીન કોઇ પણ ઇસમને ફાળવણી ના કરવા બાબત ગામ તલમાંથી ડમ્પિંગ યાર્ડ દૂર કરવા બાબત અન્ય જગ્યા જમીન ફાળવણી કરવા બાબત તેમજ પાણીના સ્ટોરેજ માટે સંપ અને ઓવર હેડ ટાંકી અંગે ચર્ચા કરવા બાબત તેમજ ગામના તમામ વિસ્તારમાં નવીન ખુલ્લી ગટર બનાવવા અંગે ઠરાવના મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી