દાહોદ જિલ્લામાં વાહનચોર ટોળકીનો આતંક યથાવત:દે.બારીયામાં બે દિવસમાં બે બાઈકો ચોરાઈ
દાહોદ તા. ૨૦
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સક્રીય થયેલી બાઈક ચોર ટોળકીઓનો રંજાડ ચરમસીમાએ પહોચ્યો છે. અને બાઈક ચોર ટોળકીઓ બેખોફ બની બિન્દાસ્ત રીતે પોાતના કામે અંજામ આપી રહ્યા છે તેવા સમયે દે.બારીયા પોલિસ સ્ટેશનની હદમાં બાઈક ચોરીના બનાવ બનેલા બે બનાવો દે.બારીયા પોલિસ દફતરે નેાધાયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા તાલુકાના બાઈક ચોરીના બનેલા બને બનાવો પૈકીનેા એક બનાવ ડાંગરીયા ગામે તા. ૨૭.૯.૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે બનવા પામ્યો હતો. જેમાં ડાંગરીયા ગામના ઘેડ ફળીયામાં રહેતા મુકેશભાઈ પર્વતભાઈ કોળીની તેમના ઘરના આંગણામાં સ્ટેરીંગ લોક મારી પાર્ક કરેલ રૂા. વીસ હજાર ની કિમતની જીજે. ૨૦. એ઼એક્સ. ૫૬૦૭ નંબરની હીરો હોન્ડા કંપનીની પેશન પ્રો. મોટર સાયકલ બાઈક ચોર ચોરીને લઇ ગયો હતો. આ સંબંધે ડાંગરીયા ગામના મુકેશભાઈ પર્વતભાઈ કાએળીએ નોંધાવેલ ફરિયાદને આધારે દેવગઢ બારીયાપોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે દેવગઢ બારીયા તાલુકામાં બાઈક ચોરીનો બીજાે બનાવ દે.બારીયા નગરના ખોખા બજારમાં ગત તા. ૧૩ ના રોજ બનવા પામ્યો હતો. રાજેશકુમાર પ્રવિણકુમારપ રાવળની તેમના ઘરના આંગણામાં મુકેલ રૂા. ૮૦૦૦ ની જીજે. ૨૦.એલ. ૮૪૧૭ નંબરની હોન્ડા કંપનીની સીબી સાઈન મો.સાયકલ બાઈક ચોર ટોળકી પોતાનો કસબ અજમાવી ચોરીને લઇ ગઇ હતી. આ સબંધદે.બારીાય નગરના ખોખા બજારમાં જુના બાગ સામે રહેતા રાજેશકુમાર પ્રવિણકુમાર રાવળે નોંધાવેલ ફરિયાદને આધારે બારીયા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.