ઇલ્યાસ શેખ :- સંતરામપુર
દેશના વડા પ્રધાને બેટીને બચાવી પણ છે આગળ વધારી પણ છે આ બદલાતુ નવુ ભારત છે :- ભારતી બેન પવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ..
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 1 નવેમ્બરે માનગઢની ધરતી પર આવી રહ્યા છે: – સાસંદ જસંવતસિહ ભાભોર…
સંતરામપુર તા.16
ઉનાઇ થી નિકળેલી ભગવાન બિરસા મુડા આદિવાસી ગોરવ યાત્રા દાહોદ થી મોરવા હડફ થઇ દાહોદ લોકસભા વિસ્તારના મહિસાગર જીલ્લા ના સંતરામપુર મા આજરોજ પ્રવેશી હતી મોરવા હડફ, મોરા ,સંતરામપુર સહિત ના ગામો મા ઠેર ઠેર સ્વાગત કરાયુ હતુ સંતરામપુર મા જાહેરસભા યોજાતા હજારોની સંખ્યા મા લોકો ઉમટી પડયા હતા સંતરામપુરની સભામા ભારત સરકારની આરોગ્ય મંત્રી ભારતીબેન પવાર,આદિજાતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમિર ઉરાવજી,પૂવઁ કેન્દ્રીય મંત્રી દાહોદના સાસંદ જસંવતસિહ ભાભોર,ગુજરાત સરકારના શિક્ષણ
મંત્રી કુબેરભાઇ ડીડોર,આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર,આદિજાતી મોરચાના ગુજરાતના પ્રમુખ હષઁદભાઇ વસાવા,મહિસાગર ભાજપ પ્રમુખ દશરથભાઇ બારીયા,જીલ્લા પંચાયત પ્રમુખ,બાંધકામ સમિતના પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો મોટી સંખ્યા મા કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા હજારોની જન્મેદનીને ભારત સરકારના આરોગ્ય મંત્રી ભારતીબેને સંબોધી ને જણાવ્યુ હતુ કોરોનાના સમય મા દેશ મા સોવથી વધારે વેકશિનેશ કરનારો દેશ માત્ર ભારત છે મોદી સાહેબે દરેક ક્ષેત્રે વિકાસ કયૉ છે આદિવાસીઓની ચિતા કરી છે બેટી ઓને બચાવી પણ છે અને આગળ વધારી પણ છે તેવુ કહી દેશ આતમનિભઁરતા તરફ આગળ વધી રહ્યો હોવાનુ જણાવી ટેકનોલોજીના સથવારે ભારત દેશ બદલાઇ રહ્યો હોવાનુ કહી મોદી સાહેબના હાથ મજબુત કરવા લોકો ને આહવાન કરયુ હતુ પૂવઁ કેન્દ્રીય મંત્રી દાહોદ સાસંદે આજદિન સુધી જુના પંચમહાલ મહિસાગ દાહોદ જીલ્લા મા થયેલ સંપૂણઁ વિકાસ અને ડબ્બલ એન્જીનની સરકાર મા થતો વિકાસ ગણાવી એક નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ માનગઢધામ ખાતે આવી રહ્યા હોવાની જાહેરાત કરી હતી ગુજરાત ના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીડોરે સભાને સંબોધી આદિવાસી સમાજનો થયેલ વિકાસ સહિત સંતરામપુર તાલુકા મા પોતાના દ્વારા કરાયેલ વિકાસ કયૉ પ્રજા સમક્ષ મુકી મોદી સાહેબના હાથ મજબુત કરવા અને ડબ્બ એન્જીનની સરકાર ફરી બનાવવા લોકો ને અનુરોધ કરયો હતો
ફોટો-સંતરામપુર તાલુકા મા આદિવાસી ગોરવ યાત્રાનુ ભવ્ય સ્વાગત તેમજ મહાનુભાવો દ્વારા લોકોને સંબોધવામા આવતા જોઇ શકાય છે.