દાહોદ:અમદાવાદ તેમજ મહીસાગર જિલ્લામાં ઘરફોડ ચોરીમાં સામેલ બે આરોપીઓને LCB પોલીસે ઝડપી જેલભેગા કર્યા. 

Editor Dahod Live
1 Min Read

દાહોદ:અમદાવાદ તેમજ મહીસાગર જિલ્લામાં ઘરફોડ ચોરીમાં સામેલ બે આરોપીઓને LCB પોલીસે ઝડપી જેલભેગા કર્યા. 

દાહોદ તા.03

દાહોદ એલસીબી પોલીસ આજરોજ દેવગઢબારિયા ખાતે પેટ્રોલિંગ કરી રહી હતી નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટેની કામગીરી કરી રહી હતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે દેવગઢબારિયા પોલીસ મથકનો ઘરફોડ ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી દેવગઢ બારીયાના બસ સ્ટેશન ખાતે આવવાનો છે તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી અને ત્રણ વર્ષથી ઘરફોડ ચોરીના સાત ગુનાઓમાં નાસતો ફરતો આરોપી ન્નનુ હિમલા કટારા રહેવાસી કાલિયાવાડ હોલી ફળિયા તાલુકા ધાનપુરનાઓને ઝડપી તેની વધુ પૂછપરછ કરતા તેની ટીમના સાગરીતો જોડે મળી અમદાવાદના કોચીન્દ્રા અને મહીસાગરના લુણાવાડા ખાતે રાત્રિના સમયે બંધ ઘરોના તાળા તોડી મકાનોમાં પ્રવેશ કરી અને અંદર મૂકી રાખેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી
આ ગેંગમાં મુખ્ય આરોપી સહિત વધુ ચાર આરોપીઓ હોય અને જેઓ મજૂરી કામ અર્થે દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી અને રાત્રિના સમયે બંધ મકાનોને ટાર્ગેટ બનાવી અને તેના દરવાજાના લોક તોડી અથવા બારી વાટે અંદર ઘૂસી ચોરીઓ કરવાની એમઓ ધરાવે છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને સાત ઘરફોડ ચોરીના ગુનાઓમાં ત્રણ વર્ષથી નાસતો ફરતો અને અમદાવાદ અને મહીસાગર ના અન ડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.

Share This Article