કલ્પેશ શાહ :- સિંગવડ/ મુનીન્દ્ર પટેલ પિપલોદ
દેવગઢ બારીયાના પીપલોદ તેમજ સિંગવાડ તાલુકામાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું.
દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ તેમજ સીંગવડ તાલુકાના સીંગવડ ગામમાં રેપિડ એક્શન ફોર્સ સાથે સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરી ગામની ભૌગોલીક પરિસ્થિતિ વાકેફ કરાયા હતા.
સીંગવડ તાલુકાના સીંગવડ ગામમાં રેપિડ એક્શન ફોર્સની ટીમ તથા પી.એસ.આઇ પટેલ સ્ટાફના માણસો ને સાથે રાખીને રેપિડ એક્શન ફોર્સ દ્વારા સીંગવડ મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જ્યારે અમુક ગામડામાં મોબાઈલ પેટ્રોલિંગ દ્વારા અવગત કરાયા હતા.

દાહોદ જિલ્લાના ગામો અને પરિસ્થિતિ અભ્યાસ કરવા આવ્યા હતા તેને ધ્યાનમાં લઈને 04.04.2022 ના રોજ રણધીકપુર પોલીસ સ્ટેશનના ગામમાં તથા ગામડાના ફૂટ પેટ્રોલિંગ તથા મોબાઇલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.જ્યારે સંવેદનશીલતા અતિસંવેદનશીલ ઈલાકોની ઓળખ આપી કંઈ પણ થાય તો તૈયારીમાં પહોંચવા માટેના રસ્તા નાજુક તથા મહત્વપૂર્ણ સંસ્થાની સ્થિતિની જાણકારી માટે નું અધ્યતન કરવા માટે રેપિડ એક્શન ફોર્સ આવી હતી.જયારે આગામી વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા. 20 એપ્રિલના રોજ દાહોદ આવનાર હોવાથી આજ રોજ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં RAF અને પીપલોદ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર જી. બી. પરમાર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ફૂટપેટ્રોલીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
