
કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ માં આરોગ્ય કર્મચારીઓની હડતાળના પગલે મરણ પામેલી મહિલાનો પોસ્ટમોર્ટમ અટવાયું: મૃતદેહને ગોલ્ડ રૂમમાં મુકાયો..
દાહોદ તા.05
સિંગવડ તાલુકામાં એમ.બી.બી.એસ ડોક્ટરો તથા આરોગ્ય કર્મચારીઓ હડતાલ જોડાતા ચુંદડી ગામની મહિલાનું પીએમ નહીં થતા તેને દાહોદ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મુકવાની નોબત આવી હતી.
સિંગવડ તાલુકામાં સરકારી તંત્રની સામે આરોગ્ય કર્મચારીઓ હડતાલના લીધે સીંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા સિંગવડ તાલુકાના તમામ પી.એસ.સી દવાખાનાઓમાં પણ એમ.બી.બી.એસ ડોક્ટરો દ્વારા હડતાલમાં જોડાયા જેના લીધે ડોક્ટર દ્વારા ઓ.પી.ડી તથા ઇમરજન્સી કેસ પણ લેવામાં આવ્યા નહોતા.જ્યારે આ ડોક્ટરોના હડતાલના લીધે સીંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 03.04.22 ના રોજ સાંજે 7. 15 વાગ્યાના અરસામાં ચુંદડી ગામની મહિલા દ્વારા પાંચ વાગ્યાના અરસામાં ફાંસો ખાઈને મૃત્યુ પામતા રણધીકપુર પોલીસ દ્વારા તેની લાશ 7:15 વાગ્યાના અરસામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી.જ્યારે આ લાશનું પી.એમ સીંગવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બીજા ડોક્ટરો ન હોવાના લીધે થઈ શક્યું નહોતું.જ્યારે બીજા દિવસે ડોક્ટરોની હડતાળના લીધે બપોરના ૩ વાગ્યા સુધી લાશનું પીએમ કરવામાં નહીં આવતા તથા ડોક્ટરોની હડતાળ નહીં સમેટાતાં મૃત્યુ પામેલી મહિલાની લાશની ડીકમપોઝ થવા લાગતા રણધીકપુર પોલીસ દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી.જો ત્યાં ડોક્ટરની હડતાલ સમેટાઇ જશે તો લાશનું પીએમ થશે નહીં તો તેને કોલ્ડ રૂમમાં મુકવામાં આવશે જો આરોગ્યતંત્ર ના કર્મચારીઓની હડતાળને લીધે ઘણા દર્દીઓને તકલીફો ઉઠાવવાનો વારો આવ્યો હતો.જો સરકારી તંત્ર દ્વારા આરોગ્ય કર્મચારી હડતાલનો કોઈ નિકાલ નહીં લેવાય તો કેટલાય દર્દીઓની હાલત ગંભીર થઈ જશે.જ્યારે કેટલાક દર્દીઓને તકલીફોનો સામનો કરવો પડશે જ્યારે આવી જ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પીએમ માટે કેટલી તકલીફ ઉઠાવવી પડી એ તો તેના ઘરના માણસો જ જાણી શકે તેમ છે માટે સરકાર દ્વારા આરોગ્ય તંત્ર ના આરોગ્ય કર્મચારીઓની માંગણી ને ધ્યાનમાં લઈને સત્વરે નિર્ણય લઈ કાર્ય ચાલુ કરવામાં આવે તો બીમાર લોકોને તકલીફ ના પડે તેમ દર્દીઓનું કેવું હતું.