સુમિત વણઝારા
દાહોદમાં ભેજાબાજ મહિલાનું કારસ્તાન:કરબલા દરગાહ પ્રવાસે લઇ જવાની લાલચ આપી એક મહિલા મળી 20 વ્યક્તિઓ પાસેથી 12.73 લાખ ખંખેર્યા….
દાહોદ તા.03
દાહોદ શહેરમાં વ્હોરા કોમની ભેજાંબાજ મહિલાએ તેમના જ કોમની મહિલાના પરિવારજનો તેમજ અન્ય વીસેક જેટલા લોકોને ઇરાક મુકામે કરબલા દરગાહ ખાતે પ્રવાસે લઇ જવાની લાલચ આપી 12,73,000 રૂપિયા પડાવી રફુચક્કર થઈ જતા ઉપરોક્ત ભેજાબાજ મહિલાને છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ દાહોદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
દાહોદ શહેરના જમાતખાના ઝેનબ હોલ પાસેની સકીના મોહમ્મદભાઈ કુરબાન હુસૈન દૂધીયાવાળા નામક ભેજાબાજ મહિલાએ એમ.જી.રોડ પાસેની રહેવાસી મુનિલબેન બુરહાન રોશન મનાગોરી વોહરા નામની મહિલાને વિશ્વાસમાં લઇ તમે સાચું છોકરા તેમજ તેમની માતાને ઈરાક ખાતે કરબલા દરગાહના દર્શન અર્થે પ્રવાસ પર લઈ જવા માટે 1,43,000 ઉઘરાવી લીધા હતા ત્યારબાદ આ ભેજાબાજ મહિલાએ અન્ય વિશેક જેટલા ભેજાબાજ ઈસમોને કરબલા દરગાહના દર્શન માટેની લાલચ આપી 11,30,000 રૂપિયા મળી કુલ 12,73,000 રૂપિયાનું ફુલેકું ફેરવી મકાનને તાળું મારી ફરાર થઈ ગઈ હતી.
ઉપરોક્ત બનાવમાં ભેજાબાજ મહિલાની છેતરપિંડીનો ભોગ બનેલ એમ.જી.રોડ પાસેની રહેવાસી મુનિલબેન બુરહાન રોશન મનાગોરી વોહરાએ દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ ટાઉન પોલીસે ભેજાંબાજ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
