
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા નગરમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું…
આગામી આગામી સમય દરમિયાન યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના મુખ્ય માર્ગો પર ફતેપુરા પોલીસ અને આર. એ.એફ.ના જવાનોને દ્વારા સંયુક્ત ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યો હતો ફતેપુરા પોલીસ સ્ટેશનના પી એસ આઇ સી.બી. બરડા તેમજ પોલીસ જવાનો તેમજ આર એ એફ ના જવાનો દ્વારા આગામી સમય દરમિયાન યોજના ચૂંટણીને અનુલક્ષીને નગરના મુખ્યમાર્ગો પર ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યો હતો જે પોલીસ સ્ટેશન થી નીકળીને નગરના વિવિધ માર્ગો પર ફરી પરત પોલીસ સ્ટેશન આવી ગયો હતો તેમજ આર એ એફ ટીમને આ વિસ્તાર થી વાકેફ કરવામાં આવ્યા હતા