રાજેશ વસાવે :- દાહોદ
*વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે દાહોદમાં સ્મૃતિ કાર્યક્રમનું આયોજન*
દાહોદ તા. 14
ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ અને બલિદાનને સ્મરણમાં રાખી દર વર્ષે *“વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ”**ની ઉજવણી કરવામાં આવે છે.
આ નિમિત્તે દાહોદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિભાજન દરમિયાન પોતાના ઘર-વતનથી વિસ્થાપિત થયેલા લાખો નાગરિકોના સંઘર્ષ, ધૈર્ય અને બલિદાનને નમન કરવા તેમજ નવી પેઢીને આ ઐતિહાસિક કરુણ ઘટનાથી પરિચિત કરાવવાના ઉદ્દેશથી કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમમાં વિભાજનના કરુણ પ્રસંગો અને તે સમયની પરિસ્થિતિ અંગે સ્મરણ તથા સંવેદનાત્મક રજૂઆતો દ્વારા એકતા, શાંતિ, સૌહાર્દ અને માનવતાના મૂલ્યો પ્રત્યે સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે.
*કાર્યક્રમની વિગતો:*
– તારીખ: 14 ઓગસ્ટ 2026
– સમય: સાંજે 5:00 કલાકે
– સ્થળ: પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, ગોવિંદનગર, દાહોદ
(આયોજક: જિલ્લા વહીવટી તંત્ર, દાહોદ)
જિલ્લાના નાગરિકોને આ સ્મૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિભાજનની કરુણ યાદોને સ્મરી શાંતિ, એકતા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાના સંકલ્પમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
*નોંધ*: કાર્યક્રમની સંવેદનશીલતા અને ગૌરવ જળવાય તે માટે તમામ ઉપસ્થિતોએ સૌજન્ય, શિસ્ત અને મર્યાદાનું પાલન કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
00
