
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
સંજેલી:વિધાનસભાની મીટીંગ દંડક શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાઇ
સંજેલી મુકામે ભાજપને આગામી કાર્યક્રમ અનુલક્ષીને મીટીંગ યોજવામાં આવી
ફતેપુરા તા.03
ફતેપુરા 129 વિધાનસભામાં સમાવિષ્ટ સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી મુકામે ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા 129 વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શંકરભાઈ આમલિયારની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીને મીટીંગ મળેલ હતી જેમાં સંજેલી વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સંજેલી મંડળના આગામી કાર્યક્રમને અનુલક્ષીને બેઠક યોજવામાં આવી હતી.તેમજ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.તેમજ કાર્યક્રમના અનુલક્ષીને આગેવાનો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી