સંતરામપુર તાલુકાના હાડા નાની સરસણ ગામે ડુંગરામાં આગ લગાવીને લીલા વૃક્ષો અને નુકસાન…

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

 

સંતરામપુર તાલુકાના હાડા નાની સરસણ ગામે ડુંગરામાં આગ લગાવીને લીલા વૃક્ષો અને નુકસાન…

 

સંતરામપુર તા.30

ફોરેસ્ટ વિભાગ દ્વારા અને સરકાર દ્વારા વૃક્ષ વાવો અને વરસાદ લાવો સરકાર ના સુત્રો માત્ર સૂત્ર બની ગયા હોય તેમ પ્રતીત થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર જંગલોમાં આગ લગાવીને લીલા વૃક્ષોને મોટાપાયે નુકસાન કર્યું છે.સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા લીલા વૃક્ષો અને વૃક્ષો ઉછેરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે.પરંતુ તેની જાળવણી કરવામાં આવતી જ નથી હાલમાં પાનખર ઋતુ ચાલી રહી છે.વૃક્ષો પરથી સૂકા પાંદડાઓ પડતા હોય છે ગામના લોકો અને કેટલાક પોતાની જમીનમાં ખેતરોમાં સફાઈ માટે આગ લગાવીને લીલા વૃક્ષોનું વિનાશ કરતા હોય છે આ જ રીતે હાડાની સરસણ ગામે રોડ ઉપર આવેલી નીલગીરી ઓ આગ લાગવાથી બળીને ખાખ થઇ ગઇ છે ફોરેસ્ટ વિભાગની બેદરકારી અને પેટ્રોલીંગ દરમિયાન માં બીજગાડ ની મિલીભગતના કારણે આજે લોકો મન ફાવે એમ આગ લગાવીને લીલા વૃક્ષોને પણ નુકસાન કરે છે જંગલ મે આગ લગાવવા માટે અલગ-અલગ કચેરીમાં તેનું માર્ગદર્શન અને કેમ્પ યોજવામાં આવે છે પરંતુ તેનું પાલન કરવામાં આવતું જ નથી આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉછરેલા લીલો વૃક્ષો મૂક્યા છે અને તેને મોટા પાયે નુકસાન કરેલું છે આવી કાળઝાળ ગરમીમાં મુંગા પશુઓને અને પસાર થતા મુસાફરોની રાહદારીઓને બેસવા માટે વૃક્ષ નીચે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બેસવા માટે નો વૃક્ષ નીચે વૃક્ષની છાયા હટી ગઈ અને આવી રીતે આગ લગાવીને ઉજ્જડ કરી મૂકેલું છે સરકારના રૂપિયા વૃક્ષો ઉછરેલા પાણીમાં ગયા હવે સરકાર વૃક્ષ વાવો અને વરસાદ લાવો ના સુત્રો માટે નિયમો કડક કરવામાં આવે તો જ વૃક્ષોનો બચાવ કરશે.

Share This Article