
કપિલ સાધુ :- સંજેલી
સંજેલીમાં બોર્ડની ચાલુ પરીક્ષામાં ચાર પરીક્ષાર્થીઓ ની તબિયત લથડી: આરોગ્ય વિભાગ દ્વારા સવાર કરાઈ..
સંજેલી તા.30
સંજેલી તાલુકાના પરીક્ષા કેન્દ્રો ઉપર ચાલુ પરીક્ષાએ જ ત્રણ થી ચાર વિદ્યાર્થીઓની તબિયત બગડતાં આરોગ્ય વિભાગ આર.બી એસ.કે ની ટીમ તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ બોર્ડની પરીક્ષામાં પરીક્ષા આપવા આવેલ ધોરણ 10ના ૩ થી ૪ વિદ્યાર્થી અને ચાલુ પરીક્ષા સમય દરમિયાન જ પરીક્ષા ખંડમાં જ તબિયત બગડી હતી તેમજ ચક્કર આવવાના શરૂ થતા જ ત્યાં જ સ્થળ ઉપર હાજર આરોગ્ય વિભાગની આર.બી એસ.કે ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પરીક્ષા કેન્દ્ર પર હાજર રહી અને તબિયત બગડેલ ત્રણથી ચાર વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષા દરમિયાન ચક્કર આવ્યા છે તેની જાણકારી મળતા જ આર.બી એસ.કે ની ટીમ દ્વારા તેમની ઇમરજન્સી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી તેમજ આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી જેમાં ૩ થી ૪ વિદ્યાર્થીઓની સારવાર કરી અને તેમને સ્વસ્થ જણાતા ફરી પરીક્ષા ખંડમાં બેસાડવામાં આવ્યા હતા આમ સંજેલી માં આવેલ સરદારસિંહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે પરીક્ષા કેન્દ્રમાં ત્રણથી ચાર જેટલા પરીક્ષાર્થીઓને તબિયત બગડતા આર.બી એસ.કે ની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તેમની સારવાર કરી અને સ્વસ્થ થતાં તેમને પરીક્ષા ખંડમાં ફરી પરીક્ષા આપવા માટે બેસાડ્યા હોવાનું આરોગ્ય વિભાગની આર બી એસ કે ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી