શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં ૬ માસ અગાઉ બનેલો અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો: પોલીસે સગીરા તેમજ અપહરણ કરનાર યુવકને સુરતથી દબોચી લીધો..

ફતેપુરા તા.30
ફતેપુરા તાલુકાની સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને પોલીસે આધુનિક ટેકનોલોજી અને વ્યુમન ટેકનોલોજીનો ઉપયોગ કરી સુરતથી ધરપકડ કરેલ છે.તેની સાથે સગીરા પણ મળી આવી હતી સુરતથી શખ્સને ઝડપી પાડી ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો ફતેપુરા પોલીસ મથકે 6 મહિના પહેલા સગીર બાળાને ભગાડી જનારની પોલીસ ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આ કેસમાં ફતેપુરા પોલીસ દ્વારા ટીમ બનાવી ગુજરાતમાં વિવિધ જગ્યાએ સગીરાનું અપહરણ કરનારની ધરપકડ માટે શોધખોળ આદરી હતી સદર ગુનાનો આરોપી સુરત હોવાનું માહિતી મળી હતી અન્વયે પોલીસ સ્ટાફના માણસો સાથે તપાસ કરતાં આરોપી શૈલેષ રામાભાઇ બરજોડ સુરતથી મળી આવેલ હતો જેની સાથે અપહરણ કરી લઈ જનાર સગીરા પણ મળી આવી હતી સગીરાને તેના પરિવારને સોંપી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે