સીંગવડમાં એક બંધ મકાન ને નિશાન બનાવતા તસ્કરો:સોના ચાંદી  ના દાગીના મળી 98,800 ના મુદામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર 

Editor Dahod Live
1 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ

સીંગવડમાં એક બંધ મકાન ને નિશાન બનાવતા તસ્કરો:સોના ચાંદી  ના દાગીના મળી 98,800 ના મુદામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર 

સીંગવડ તા.26

સીંગવડ તાલુકાના નીચવાસ બજારમાં ચોરીના ઈરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના મળી કુલ 98,800 ની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા અને પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકા નીચવાસ બજારના રહેવાસી રાજેશભાઈ કરણ સિંહ વણઝારાના બંધ મકાનને ગત તારીખ 20.02.2022 ના રોજ તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોએ તીજોરીમાં મુકી રાખેલ 10,000 કિંમતના 8 નંગ કડલા,1000 કિંમતના ચાંદીના બે મંગલસૂત્ર,11,000 કિંમતના સોનાના ત્રણ પેન્ડલ (મંગળસૂત્ર),6000 કિંમતના ચાંદીના ત્રણ ભોરીયા,500 રૂપિયા કિંમતના પગની અંગૂઠી,8000 કિંમતના ચાંદીના 7 જોડ છડા,34,000 કિંમતના સોનાના 4 દોરા,2500 કિંમતની કાન અને નાકની ચુનીયો,7500 કિંમતની સોનાની 6 વીંટીઓ,15,000 કિંમતનો સોનાનો હાર સેટ,2000 કિંમતના 4 નંગ ચાંદીનો ઝોલો તેમજ 3,000 કિંમતના ચાંદીના 3 કંદોરા મળી કુલ 98,800 ના મુદ્દામાલ પર હાથફેરો કરી ભાગી ગયા હતા.

ઉપરોકત બનાવ સંદર્ભે સીંગવડ નીચવાસ બજારના રહેવાસી રાજેશભાઈ કરણ ભાઈ વણઝારાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા રણધિકપુર પોલીસે અજાણ્યા તસ્કરો ચોરી અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article