Thursday, 28/03/2024
Dark Mode

યુક્રેન તેમજ રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા માહોલમાં અધવચ્ચે અભ્યાસ છોડી દાહોદના 8 યુવકો ઘરે પહોંચ્યા,હવે ઓનલાઇન પરીક્ષા આપશે..

February 25, 2022
        1888
યુક્રેન તેમજ રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા માહોલમાં અધવચ્ચે અભ્યાસ છોડી દાહોદના 8 યુવકો ઘરે પહોંચ્યા,હવે ઓનલાઇન પરીક્ષા આપશે..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

યુક્રેન તેમજ રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા માહોલમાં અધવચ્ચે અભ્યાસ છોડી દાહોદના 8 યુવકો ઘરે પહોંચ્યા,હવે ઓનલાઇન પરીક્ષા આપશે..

દાહોદ તા.25

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા માહોલની વચ્ચે રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલાઓ કરી દેતા અફરાતફરીના માહોલ વચ્ચે યુક્રેનના ચર્ની વિસ્ટી શહેરની યુનિવર્સીટીમાં MBBS નો અભ્યાસ કરી રહેલા દાહોદનો હર્ષ નાયક તેમજ તેની સાથે અભ્યાસ કરતા દાહોદના અન્ય 8 જેટલાં મિત્રો ભારત પોતાના ઘરે હેમખેમ પરત ફર્યા હોવાનું જાણવા મળેલ છે.

 

મળતી માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના કારઠ ગામનો રહેવાસી હર્ષ જીતેન્દ્ર સિંહ નાયક MBBS ના અભ્યાસ અર્થે ત્રણ માસ અગાઉ યુક્રેન ગયો હતો. જ્યા યુક્રેનના ચર્નીવિસ્ટી શહેરની બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સીટીમાં પ્રથમ સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હતો. જયારે હાલમાં યુક્રેન તેમજ રશિયા વચ્ચે તણાવભર્યા માહોલની વચ્ચે રશિયાએ ગઈકાલે યુક્રેન પર હવાઈ હુમલો કરતા યુક્રેનમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે યુક્રેનના ચર્નીવિસ્ટીમાં અભ્યાસ કરતો દાહોદનો હર્ષ નાયક પરમ દિવસે હેમખેમ પોતાના ઘરે પરત ફરતા પરિવારજનો ચિંતા મુક્ત બન્યા હતા.

યુક્રેનમાં રશિયા દ્વારા હુમલાઓ તેમજ અફરા તફરીના માહોલ વચ્ચે યુનિવર્સિટી દ્વારા આજથી યોજાયેલી પરીક્ષામાં ઓનલાઇન પરીક્ષા આપતો હર્ષ નાયક 

 દાહોદ લાઈવ જોડે વાતચીતમાં હર્ષ નાયકે જણાવ્યું હતું કે તેં ત્રણ માસ અગાઉ અભ્યાસ અર્થે યુક્રેન ગયો હતો. હાલ તેં યુક્રેનના ચર્ની વિસ્ટી શહેરની બુકોવિનિયન મેડિકલ યુનિવર્સીટીમાં MBBS ના પ્રથમ સેમિસ્ટર માં અભ્યાસ કરે છે.તેમજ તેની જોડે દાહોદના આસપાસના અન્ય 8 જેટલાં વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.જયારે હાલમાં તનાવભર્યા માહોલની વચ્ચે હું અને મારી જોડે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દાહોદ તેમજ આસપાસના 8 જેટલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફર્યા છે. જ્યારે હાલ કેટલા અમારા અન્ય સાથી મિત્રો જે બહારના જિલ્લાના છે. જે ત્યાં ફસાઈ ગયા છે. યુક્રેનમાં ભારતના ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓને સહી સલામત ભારત પરત લાવવામાં આવે તેવી સરકારને અપીલ કરું છું.

યુક્રેનમાં તણાવ ભર્યા માહોલમાં અભ્યાસ અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા:હવે ઘરેથી એનલાઇન પરીક્ષા આપશે 

યુક્રેન થી તણાવભર્યા માહોલની વચ્ચે પોતાના અન્ય સાથી મિત્રો સાથે અભ્યાસની અધવચ્ચે છોડી ઘરે પરત ફરેલા હર્ષ નાયકે જણાવ્યું હતું કે હાલ અમારા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા યોજાઈ હોવાથી અમે અધવચ્ચે અભ્યાસ છોડી પોતાના ઘરે પરત આવ્યા છે પરંતુ ઓનલાઇન પરીક્ષા હોવાથી હું દાહોદમાં પોતાના સગા સંબંધીને ત્યાં બપોરના બાર થી સાંજ સુધી ઓનલાઇન પરીક્ષા આપી રહ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!