ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે ચૂંટણી અદાવતે સાત લોકોના સશસ્ત્ર ટોળાએ ધીંગાણું મચાવ્યું:એક મહિલા સહીત 6 લોકો ઈજાગ્રસ્ત..

Editor Dahod Live
1 Min Read

જીજ્ઞેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ

ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે ચૂંટણી અદાવતે સાત લોકોના સશસ્ત્ર ટોળાએ ધીંગાણું મચાવ્યું:એક મહિલા સહીત 6 લોકો ઈજાગ્રસ્ત..

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણી સંબંધે સાત જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળની બનાવી મારક હથિયારો સાથે ઘસી આવી મહિલા સહિત છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી મારી મારી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ જાફરપુરા ગામે રહેતાં રાકેશભાઈ છગનભાઈ ડામોર, નવનીતભાઈ પુંજાભાઈ મછાર, બળવંતભાઈ દામાભાઈ મછાર, કલ્પેશભાઈ મકનાભાઈ ડામોર, મનસુખભાઈ સામાભાઈ ડામોર, સુનીલભાઈ વક્તાભાઈ ડામોર અને રસુભાઈ છગનભાઈ ડામોરનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ, પથ્થરો, કુહાડી જેવા મારક હથિયારો સાથે ગામમાં રહેતાં દિવ્યાબેન પ્રકાશબાઈ ડામોરના ઘર તરફ ઘસી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો કેવી રીતે જીત્યાં, આજે તમો બચી ગયાં છો હવે પછી જીવતાં છોડવવાના નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પથ્થર મારો કરી તેમજ કુહાડીની મુદર મારી રંજનબેન, જબુડીબેન, દિનેશભાઈ, વિરકાભાઈ અને લસુભાઈને માર માર શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

આ સંબંધે દિવ્યાબેન પ્રકાશભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————————–

Share This Article