
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ શહેરમાં વાહનચોર ટોળકી સક્રિય:એક જ રાતમાં ત્રણ બાઈકોની ઉઠાતરી કરી પોલીસને ફેંક્યો પડકાર
દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાં એક સાથે એક રાત્રીમાં ત્રણ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટરસાઈકલ ચોરી થઈ છે.
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરના રામનગર ગોદીરોડ ખાતે બનવા પામ્યો હતો જેમાં આ વિસ્તારમાં રહેતાં કિશોરભાઈ ભીમજીભાઈ જાદવની મોટરસાઈકલ, દાહોદ શહેરમાં રહેતાં અગ્રવાલ હિતેશભાઈ ચુનાભાઈ અને પ્રકાશભાઈ મકનભાઈ ગોહીલની મોટરસાઈકલ રાત્રીના કોઈ પણ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ગત તા.૨૦મી ડિસેમ્બરના રોજ મોટરસાઈકલોનું લોક તોડી ત્રણેય મોટરસાઈકલ ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે કિશોરભાઈ ભીમજીભાઈ જાદવે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરવની કાર્યવાહી હાથ ધરી છે.
—————————