દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બજારમાં પેસેન્જર ભરવા મામલે બે રિક્ષા ચાલકો બાખડ્યા, ત્રણ લોકોએ ભેગા મળી એકને ફટકાર્યો

Editor Dahod Live
2 Min Read

 

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બજારમાં પેસેન્જર ભરવા મામલે બે રિક્ષા ચાલકો બાખડ્યા, ત્રણ લોકોએ ભેગા મળી એકને ફટકાર્યો

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ બજારમાં છકડામાં ઓટો રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે એક વાહનના ચાલકને અન્ય વાહનના ચાલકે બેફામ ગાળો બોલી જાતિ અપમાની કરી ત્રણ જણાએ ભેગા મળી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભર બજારમાં ભારે ધિંગાણું મચાવતાં બજારમાં ચકચાર મચી જવા પામી હતી.

દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે ખાડી ફળિયામાં રહેતાં મનુભાઈ ભાણાભાઈ વણકર ગત તા.૧૭મી નવેમ્બરના રોજ બપોરના ૧૨ વાગ્યાના સમયગાળા દરમ્યાન પોતાના કબજાનો થ્રી વ્હીલર છકડો રીક્ષા લઈ પીપલોદ બજારમાં ગયાં હતાં અને જ્યાં પેસેન્જરો ભરતાં હતાં. આ દરમ્યાન ત્યાં રમેશભાઈ નંદુભાઈ વણઝારા પણ પોતાનો થ્રી વ્હીલર છકડો લઈ આવ્યો હતો અને મનુભાઈને બેફામ ગાળો બોલી તેમના વાહનમાં ભરેલ પેસેન્જરોને ઉતારી મનુભાઈ સાથે ઝઘડો તકરાર કરી મનુભાઈને ગડદાપાટ્ટુનો માર મારવા લાગ્યો હતો અને ત્યાર બાદ રમેશભાઈના માણસો સંજયભાઈ રમેશભાઈ વઝારા અને ભયલુભાઈ રમેશભાઈ વણઝારા બંન્ને પોતાની સાથે લોખંડની પાઈપ લઈ દોડી આવ્યાં હતાં અને મનુભાઈને લોખંડની પાઈપ વડે માર મારી શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મનુભાઈને જાતિ અપમાનીત શબ્દો બોલી, મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મનુભાઈ ભાણાભાઈ વણકરે પીપલોદ પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————-

Share This Article