દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખના સફળતાના ૬ વર્ષ પૂર્ણ થતા શહેર ભાજપ દ્રારા સન્માન કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખના સફળતાના ૬ વર્ષ પૂર્ણ થતા શહેર ભાજપ દ્રારા સન્માન કાર્યક્રમ યોજાયો

દાહોદ તા ૧૮

દેશમાં સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવતી અને લોકપ્રિય બનેલી ભારતીય જનતા પાર્ટીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અનેક રાજ્યો તેમજ સ્થાનિક સ્વરાજ્યમાં જીતનો ડંકો વગાડી ભાજપે ઇતિહાસ રચ્યો છે તેવામાં સ્થાનિક નેતૃત્વનું પણ અનેરૂ યોગદાન રહેલું છે દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે ફતેપુરામાંથી બુથ પ્રમુખની જવાબદારીથી લઈને મંડળ પ્રમુખ તાલુકા પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ જેવી અનેક જવાબદારીઓને ઈમાનદારીથી અને સફળતાની સાથે નિભાવી છે તેમજ અન્ય રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓને તેમજ હોદ્દેદારોને ભાજપનો ખેસ પહેરાવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે તેવામાં હાલમાં દાહોદ જિલ્લામાં ભાજપ પ્રમુખનું પદ સંભાળનાર શંકરભાઈ આમલીયારને દાહોદ જિલ્લાના બીજી ટ્રમ માં પણ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્રારા જિલ્લા ભાજપની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે બીજી ટ્રમમાં પણ જિલ્લા પ્રમુખનું પદ શ્રીષ્ય નેતૃત્વની સાથે નિભાવનાર જિલ્લા ભાજપ પ્રમુખનું સફળતાની સાથે બીજી ટ્રમનું એક વર્ષ પૂર્ણ થતા અને બીજા વર્ષમાં મંગળપ્રવેશ મેળવનારા જિલ્લા ભાજપ પ્રમુખ શંકર ભાઈ આમલીયારનો દાહોદના દાહોદના પડાવ ખાતે આવેલા રામાનંદ પાર્ક ખાતે શહેર ભાજપ દ્રારા સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો જેમાં શહેર ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ નગર પાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો તેમજ નગર પાલિકા પ્રમુખ દ્રારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું

Share This Article