સીંગવડ તાલુકાના સીંગવડ ખાતે ભગવાન બિરસા મુંડાની 147 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ સીંગવડ પ્રતિનિધિ

સીંગવડ તાલુકાના સીંગવડ ખાતે ભગવાન બિરસા મુંડાની 147 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

સીંગવડ તા.15

 

 

સીંગવડ ખાતે આજરોજ ભગવાન બિરસા મુંડા ૧૪૬ મી જન્મ જયંતી નિમિત્તે જન જાતિ કલ્યાણ આશ્રમ સીંગવડ તાલુકો અખંડ ભારત યુવા સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સહકારથી જનજાતિ ગૌરવ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં ડીજે ના સંગીત પારંપારિક ગીતો સાથે ભગવાન બિરસા મુંડા ની આ તસવીરને ગાડીમાં મૂકીને શોભાયાત્રા બજારમાં નીકળી જેમાં સંજેલી રોડ થી શોભાયાત્રા નીકળીને ચુંદડી રોડ ત્યાર પછી પિપલોદ રોડ ફરી ને ગોવિંદ ગુરુ ચોક ખાતે આવી હતી ગુરુ ગોવિંદ ચોક પર આદિવાસી પરંપરા રીતે નૃત્ય કરવામાં આવ્યું હતું ત્યાર પછી ત્યાંથી નીચવાસ બજારમાં થઈને ભમરેચી માતા ના પરિસરમાં સમાપ્ત કરવામાં આવ્યો હતો ત્યાં ભમરેચી માતા ના પરિસરમાં સભા કરીને ભગવાન બિરસા મુંડા ને યાદ કરી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ck કિશોરી દ્વારા બિરસા મુંડા દ્વારા કરેલા કાર્યો ની માહિતી આપવામાં આવી હતી જ્યારે કાંતિલાલ સેલોત દ્વારા યુવાનોને પ્રવચન થતાં બિરસા મુંડા ના ઇતિહાસ થી માહિતગાર કરવામાં આવ્યા હતા આ રીતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી

Share This Article